- 6-7 વર્ષોમાં બેંકિંગ સેક્ટરમાં કરેલા સુધારાના સારા પરિણામ
- દેશનું બેંકિંગ સેક્ટર આજે મજબૂત સ્થિતિમાં હોવાનો પીએમ મોદીનો દાવો
- બેંકો ભારતને આત્મનિર્ભર બનાવવામાં મોટી ભૂમિકા નીભાવી શકે છે: PM મોદી
નવી દિલ્હી: સરકારે છેલ્લા 6-7 વર્ષોમાં બેંકિંગ સેક્ટર (Banking sector)માં જે સુધારા કર્યા, બેંકિંગ સેક્ટરનો દરેક રીતે સપોર્ટ કર્યો, તેના કારણે આજે દેશનું બેંકિંગ સેક્ટર ઘણી જ મજબૂત સ્થિતિમાં છે. આ વાતો વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)એ 'અવિરત ક્રેડિટ ફ્લો અને આર્થિક વિકાસ માટે તાલમેલ બનાવવા' (Creating synergies for seamless credit flow and economic growth) પર યોજાયેલા સંમેલનને સંબોધિત કરતા કહી.
આ તબક્કો ભારતના બેંકિંગ સેક્ટરનો એક મોટો માઇલસ્ટોન
તેમણે જણાવ્યું કે, અમે IBC જેવા રિફોર્મ્સ (Reforms) લાવ્યા, અનેક કાયદાઓમાં સુધારો કર્યો, દેવા વસૂલાત ટ્રબ્યુનલ (Debt recovery tribunal)ને મજબૂત કર્યું. કોરોનાકાળમાં એક સમર્પિત સ્ટ્રેસ્ડ વર્ટિકલ (Stressed vertical)નું ગઠન પણ કરવામાં આવ્યું. પીએમ મોદીએ કહ્યું કે, આજે ભારતની બેંકો (Indian Banks)ની તાકાત એટલી વધી ચૂકી છે કે તે દેશની ઇકોનોમી (Indian Economy)ને નવી ઊર્જા આપવામાં, ભારતને આત્મનિર્ભર (Self Reliant India) બનાવવામાં ઘણી મોટી ભૂમિકા નીભાવી શકે છે. હું આ તબક્કાને ભારતના બેકિંગ સેક્ટરનો એક મોટો માઇલસ્ટોન (Indian Banking Milestone) માનું છું.
બેંકોએ પાર્ટનરશિપનું મોડલ અપનાવવું પડશે