ધર્મશાલા(હિમાચલ પ્રદેશ):PM મોદી આજે ગુરુવારે હિમાચલ પ્રદેશની બે દિવસીય મુલાકાતે (PM Modi Visit Himachal Pradesh) આવશે. જ્યાં તેઓ ધર્મશાળામાં રોડ શોમાં હાજરી આપવા સિવાય મુખ્ય સચિવોની પ્રથમ રાષ્ટ્રીય પરિષદમાં ભાગ લેશે. મુખ્ય સચિવોની રાષ્ટ્રીય પરિષદ 15 જૂનથી 17 જૂન સુધી ધર્મશાલાના HPCA સ્ટેડિયમમાં યોજાઈ રહી છે.
આ પણ વાંચો:આયર્લેન્ડ સામેની T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, હાર્દિક પંડ્યાને સોંપાઇ મોટી જવાબદારી
PM મોદીનો રોડ શો- PM મોદી આજે ગુરુવારના રોજ 10 વાગ્યે ધર્મશાળા (PM Modi Road Show in Dharmshala) પહોંચશે. પીએમ મોદીનું હેલિકોપ્ટર સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના મેદાનમાં ઉતરશે. જ્યાંથી પીએમનો કાફલો કચરી ચોક પહોંચશે. કચરી ચોકથી એચપીસીએ ક્રિકેટ સ્ટેડિયમ સુધી પીએમ મોદીનો રોડ શો થશે. આ દરમિયાન કેન્દ્રીયપ્રઘાન અનુરાગ ઠાકુર અને હિમાચલના મુખ્યપ્રઘાન જયરામ ઠાકુર પણ હાજર રહેશે.
મુખ્ય સચિવોની બેઠકમાં પણ હાજરી આપશે- HPCAમાં મુખ્ય સચિવોની પ્રથમ રાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવી રહ્યું છે. 15 જૂનથી 17 જૂન સુધી દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવો ઉપરાંત કેન્દ્ર સરકારના ઘણા અધિકારીઓ પણ આ સંમેલનમાં ભાગ લેશે. પીએમ મોદી મુખ્ય સચિવોની રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરશે. કહેવામાં આવી રહ્યું છે કે, આ બેઠકમાં દેશભરમાંથી 200થી વધુ અધિકારીઓ હાજર રહેશે.