- મુખ્યપ્રધાન નવીન પટનાયક, કેન્દ્રીયપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન અને પ્રતાપ સારંગી સાથે ઓડિશામાં ચક્રવાત પછીની પરિસ્થિતિની સમીક્ષા કરી
- ઓડિશાના બાલાસોર,ભદ્રક જિલ્લાના પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લેશે
- પશ્ચિમ બંગાળના પૂર્વ મિદનાપુર જિલ્લાના પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લેશે
ભુવનેશ્વર/કોલકાતા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi) આજે ચક્રવાત 'યાસ'થી પ્રભાવિત ઓડિશા અને પશ્ચિમ બંગાળના વિવિધ વિસ્તારોની મુલાકાત લેશે. મોદીએ મુખ્યપ્રધાન નવીન પટનાયક, કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન અને પ્રતાપ સારંગી સાથે ઓડિશામાં ચક્રવાત પછીની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.
આ પણ વાંચોઃગૃહપ્રધાન અમિત શાહે 'ચક્રવાત યાસ' અંગે મુખ્યપ્રધાનોની બોલાવી હતી બેઠક
વડાપ્રધાન ચક્રવાત 'યાસ'થી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લેશે
વડાપ્રધાન ભુવનેશ્વર પહોંચ્યા છે. આ પછી વડાપ્રધાન ઓડિશાના બાલાસોર,ભદ્રક અને પશ્ચિમ બંગાળના પૂર્વ મિદનાપુર જિલ્લાના પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લેશે.
સર્જાયેલા વિનાશની સમીક્ષા કરવા મમતા બેનર્જી કરશે બેઠક
પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ ગુરુવારે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે રાજ્યની મુલાકાત લેશે, ત્યારે તેઓ ચક્રવાત 'યાસ' દ્વારા સર્જાયેલા વિનાશની સમીક્ષા કરવા તેમની સાથે બેઠક કરશે. બેનર્જીએ જણાવ્યું હતું કે, આ બેઠક શુક્રવારે પશ્ચિમ મિદનાપુર જિલ્લાના કલાઇકુંડા ખાતે યોજાશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કલાઇકુંડામાં સમીક્ષા બેઠક કરશે