- વારાણસીમાં કોરોનાના વધતા જતા કેસને લઈ વડાપ્રધાને કરી સમીક્ષા બેઠક
- વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સમીક્ષા બેઠક કરી વારણસીમાં કોરોનાની સ્થિતિ અંગે માહિતી મેળવી
- લોકોને તમામ સહાય પૂરી પાડવા અધિકારીઓને નિર્દેશ આપ્યા
વારાણસી(ઉત્તરપ્રદેશ): વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે વારાણસી જિલ્લામાં કોરોનાના વધતા જતા કેસને લઈ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સમીક્ષા બેઠક યોજી હતી. બેઠક દરમિયાન, વડા પ્રધાન દ્વારા કોરોના સંક્રમીત દર્દીઓની યોગ્ય સારવાર માટે ટેસ્ટીંગ, બેડ, દવાઓ, વેક્સિન વગેરે વિશેની માહિતી મેળવી હતી.
વહીવટી તંત્રને વારાણસીના લોકોને સંપૂર્ણ સંવેદનશીલતા સાથે તમામ શક્ય સહાય પૂરી પાડવા જણાવ્યું
વડાપ્રધાને લોકોને તમામ સહાય પૂરી પાડવા અધિકારીઓને નિર્દેશ આપ્યા હતા. ચર્ચા દરમિયાન વડા પ્રધાને ખાસ ભાર મૂક્યો હતો કે 'બે ફૂટનું અંતર અને માસ્ક જરૂરી છે જેથી બધા લોકોએ તેને અનુસરવું જોઈએ. રસીકરણ અભિયાનના મહત્વ પર ભાર મૂકતાં વડાપ્રધાને કહ્યું કે, વહીવટી તંત્રએ 45 વર્ષથી ઉપરના તમામ લોકોને વેક્સિનેશન અંગે જાગૃત કરવા જોઈએ. તેમણે વહીવટી તંત્રને વારાણસીના લોકોને સંપૂર્ણ સંવેદનશીલતા સાથે તમામ શક્ય સહાય પૂરી પાડવા જણાવ્યું હતું. વડાપ્રધાને દેશના તમામ તબીબો અને તમામ તબીબી કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને કહ્યું કે, આ સંકટની ઘડીમાં પણ તેઓ નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ નિભાવી રહ્યા છે.
આ પણ વાંચોઃ કોરોના સંક્રમણને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉચ્ચસ્તરીય બેઠક યોજી