ગુજરાત

gujarat

ETV Bharat / bharat

PM Modi Returns: હું જ્યાં પણ જાઉં છું ત્યાં ગર્વ અનુભવું છું, ત્રણ દેશોનો પ્રવાસ કરીને ઘરે પરત ફર્યા પીએમ મોદી - pm modi australia tour

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દેશોના પ્રવાસ બાદ દિલ્હીના પાલમ એરપોર્ટ પહોંચ્યા. સવારે 5:10 વાગ્યે તેમનું પ્લેન લેન્ડ થયું હતું. પીએમ મોદીના સ્વાગત માટે પાલમ એરપોર્ટની બહાર મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને સમર્થકો પણ એકઠા થયા હતા. ભાજપના દિલ્હી યુનિટે આખી રાત એરપોર્ટની બહાર જશ્ન મનાવ્યો હતો. પીએમના સ્વાગત માટે પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા પોતે પાલમ એરપોર્ટ પહોંચ્યા હતા.

PM Modi Returns: હું જ્યાં પણ જાઉં છું ત્યાં ગર્વ અનુભવું છું, ત્રણ દેશોનો પ્રવાસ કરીને ઘરે પરત ફર્યા પીએમ મોદી
PM Modi Returns: હું જ્યાં પણ જાઉં છું ત્યાં ગર્વ અનુભવું છું, ત્રણ દેશોનો પ્રવાસ કરીને ઘરે પરત ફર્યા પીએમ મોદી

By

Published : May 25, 2023, 9:22 AM IST

Updated : May 25, 2023, 10:22 AM IST

નવી દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાન, પાપુઆ ન્યુ ગિની અને ઓસ્ટ્રેલિયાના ત્રણ દેશોના પ્રવાસને પૂર્ણ કર્યા બાદ ગુરુવારે દિલ્હી પહોંચ્યા હતા. દિલ્હીના પાલમ એરપોર્ટ પર બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ તેમનું સ્વાગત કર્યું હતું. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની સાથે વિદેશ રાજ્ય મંત્રી (MoS) મીનાક્ષી લેખી, દિલ્હીના સાંસદ રમેશ વિધુરી, ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી હર્ષ વર્ધન, હંસ રાજ હંસ અને દિલ્હી વિધાનસભામાં વિપક્ષના નેતા રામવીર સિંહ બિધુરી પણ હતા. સાથે જ આ પ્રસંગે પાર્ટીના કાર્યકરો પણ એકઠા થયા હતા.

આ અવસર પર પીએમ મોદીએ કહ્યું કેઆજે દુનિયા જાણવા માંગે છે કે ભારત શું વિચારી રહ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે હું જ્યાં પણ જાઉં છું ત્યાં ગર્વ અનુભવું છું.તેમણે કહ્યું કે જ્યારે હું મારા દેશની સંસ્કૃતિની વાત કરું છું ત્યારે દુનિયાની આંખોમાં જોઉં છું. આ વિશ્વાસ એટલા માટે આવ્યો છે કારણ કે તમે દેશમાં પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવી છે. જે લોકો અહીં આવ્યા છે તે એવા લોકો છે જે ભારતને પ્રેમ કરે છે, પીએમ મોદીને નહીં. આ અવસર પર ભાજપના કાર્યકરોએ કહ્યું કે લોકો અહીં પીએમ મોદીનું સ્વાગત કરવા આવ્યા છે કારણ કે તેમણે અમને અને સમગ્ર દેશને ગૌરવ અપાવ્યું છે. તસ્વીરોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ભાજપના કાર્યકરો હાથમાં પ્લેકાર્ડ અને રાષ્ટ્રધ્વજ સાથે પીએમના આગમનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તેઓ પીએમના આગમન પહેલા કડક સુરક્ષા વચ્ચે ઢોલના તાલે નાચતા જોઈ શકાય છે.

આતિથ્ય સત્કાર બદલ આભાર માન્યો:વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ઑસ્ટ્રેલિયન સમકક્ષ એન્થોની અલ્બેનિસનો તેમની સિડનીની મુલાકાત દરમિયાન આપવામાં આવેલી આતિથ્ય સત્કાર બદલ આભાર માન્યો, જે ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચેના સંબંધોને વેગ આપશે. આ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે બંને નેતાઓ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મિત્રતાને આગળ વધારવા માટે કામ કરશે, જે વૈશ્વિક કલ્યાણના હિતમાં પણ છે. પીએમ મોદીએ ઓસ્ટ્રેલિયામાં ભારતીય સમુદાયને પણ સંબોધિત કર્યા હતા. આ સાથે તેઓ ઘણા બિઝનેસ લીડર્સ અને જાણીતા ઓસ્ટ્રેલિયનોને પણ મળ્યા હતા.

હજારો NRI ને સંબોધિત કર્યા:PM મોદીએ સિડનીના ઓલિમ્પિક પાર્કમાં કુડોસ બેંક એરેના સમુદાય સ્થળ પર આયોજિત એક કાર્યક્રમમાં હજારો NRI ને સંબોધિત કર્યા. ઓસ્ટ્રેલિયા પ્રવાસ ખતમ થતાની સાથે જ પીએમ મોદીએ પણ ટ્વિટ કર્યું હતું. પપુઆ ન્યુ ગિનીની તેમની મુલાકાત દરમિયાન, PM મોદીએ સોમવારે પાપુઆ ન્યુ ગિનીના વડા પ્રધાન જેમ્સ માર્પે સાથે ત્રીજી ભારત-પેસિફિક આઇલેન્ડ્સ કોઓપરેશન (FIPIC) સમિટની સહ-અધ્યક્ષતા કરી. પીએમ મોદીની મુલાકાત ઘણી રીતે મહત્વની છે. પીએમ મોદી પાપુઆ ન્યુ ગિનીની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય વડાપ્રધાન છે. અગાઉ, તેમણે જાપાનની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે G7 એડવાન્સ્ડ ઈકોનોમી સમિટમાં હાજરી આપી હતી અને વિશ્વના અનેક નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો યોજી હતી. હિરોશિમામાં G7 સમિટની બાજુમાં ક્વાડ સમિટ પણ યોજાઈ હતી.

  1. Pm modi in Australia: આ સહન નહી કરીએ, મોદીએ ફરી ઉઠાવ્યો ઓસ્ટ્રેલિયામાં મંદિરો પર હુમલાનો મુદ્દો
  2. Wrestlers candle march: કુસ્તીબાજોએ ઈન્ડિયા ગેટ દિલ્હી સુધી કેન્ડલ માર્ચ કાઢી
Last Updated : May 25, 2023, 10:22 AM IST

ABOUT THE AUTHOR

...view details