- શ્યામા પ્રસાદ મુખરજીના પ્રયત્નોને ક્યારેય ભૂલી શકાશે નહિ
- શ્યામા પ્રસાદ મુખરજી 1951માં ભારતીય જન સંઘની સ્થાપના કરી
- ભારતીય જન સંઘના પ્રથમ પ્રમુખ બન્યા
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Pm Modi)એ બુધવારે ભારતીય જનસંઘ (Bharatiya Jana Sangh)ના સ્થાપક શ્યામા પ્રસાદ મુખરજી (Syama Prasad Mookerjee)ને તેમની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપી હતી. તેઓએે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય એકતા (National Unity) માટેના તેમના પ્રયત્નોને ક્યારેય ભૂલી શકાશે નહિ. વડાપ્રધાન મોદીએ ટ્વીટ કર્યું કે, "શ્યામા પ્રસાદ મુખરજીને તેમની પુણ્ય તિથિ પર યાદ કરીએ છીએ. તેમના ઉમદા આદર્શો, સમૃદ્ધ વિચારો અને લોકોની સેવા કરવાની કટિબદ્ધતા આપણને પ્રેરણારૂપ બનાવશે. રાષ્ટ્રીય એકતા પ્રત્યેના તેમના પ્રયત્નો ક્યારેય ભૂલી નહીં શકાય." તેવું વડાપ્રધાન મોદીએ ટ્વીટ કર્યું હતું.
માતૃભાષાને શિક્ષણનું માધ્યમ બનાવવાની તરફેણમાં હતા
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે (Union Home Minister Amit Shah) જણાવ્યુંં કે, મુખરજીએ દેશની ઓળખ અને અખંડિતતાની રક્ષા માટે બલિદાન (Sacrifice) આપ્યું છે. તેઓએ ભારપૂર્વક જણાવ્યુંં કે, નેતાએ ભારતના ફરીથી ભાગલા પડવામાંંથી બચાવ્યુંં હતું. "સાંસ્કૃતિક રાષ્ટ્રવાદના ઘડવૈયા ડૉ. શ્યામા પ્રસાદ મુખરજી, માતૃભાષાને શિક્ષણ (education in mother tongue)નું માધ્યમ બનાવવાની તરફેણમાં હતા. તેઓ માને છે કે, વિકાસમાં લોકોની ભાગીદારી વિના કોઈ પણ દેશ પ્રગતિ કરી શકશે નહિ. તેમણે રાષ્ટ્રના નિર્માણના હેતુ સાથે જનસંઘની સ્થાપના કરી છે. તેવું અમિત શાહએ ટ્વીટ કર્યું હતું.
તેમના 'બલિદાન દિવસ' પર આવા દેશભક્તોને સલામ."
"ડૉ. મુખરજીએ દેશની ઓળખ અને અખંડિતતાની રક્ષા માટે પોતાનું બલિદાન આપ્યું હતું. તેમણે ભારતના ફરીથી ભાગલા પાડતા બચાવ્યા હતા. તેમનો બલિદાન, સમર્પણ અને તેમના આદર્શો (Ideal) આગામી પેઢીઓને માર્ગદર્શન આપશે. તેમના 'બલિદાન દિવસ' (Sacrifice Day) પર આવા દેશભક્તોને સલામ." તેમણે અન્ય એક ટ્વીટમાં જણાવ્યું હતું.