ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પૂર્વ સીએમ જયલલિતાની જન્મજયંતિ પર વડાપ્રધાન મોદીની આદરાંજલી - જે. જયલલિતાની જન્મજયંતિ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તમિલનાડુના પૂર્વ મુખ્યપ્રધાન જે. જયલલિતાની જન્મજયંતિ પર તેમને યાદ કર્યા હતા. પીએમ મોદીએ જયંતી પર તેમની યાદમાં એક તસવીર સાથે ટ્વીટ કર્યું છે જેમાં જયલલિતા અને પીએમ મોદી બંને એક સાથે બેઠા છે.

પૂર્વ સીએમ જયલલિતાની જન્મજયંતિ પર પીએમ મોદીની આદરાંજલી
પૂર્વ સીએમ જયલલિતાની જન્મજયંતિ પર પીએમ મોદીની આદરાંજલી

By

Published : Feb 24, 2021, 3:38 PM IST

  • PM મોદીએ તમિલનાડુના પૂર્વ CM જયલલિતાની જન્મજયંતિ પર તેમને યાદ કર્યા
  • મોદીએ ટ્વીટ કરીને તેમની સાથે થયેલી ચર્ચાઓ યાદ કરી
  • જે. જયલલિતા પાંચ વખત તમિલનાડુના મુખ્ય પ્રધાન રહી ચૂક્યાં છે

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તમિલનાડુના પૂર્વ મુખ્યપ્રધાન જે. જયલલિતાની જન્મજયંતિ પર તેમને યાદ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, લોકહિતની બાબતો અને પછાત વર્ગને સશક્ત બનાવવાના પ્રયત્નો માટે તેમની બહોળા પ્રમાણમાં પ્રશંસા થઈ રહી છે.

પૂર્વ સીએમ જયલલિતાની જન્મજયંતિ પર પીએમ મોદીની આદરાંજલી

પૂર્વ સીએમ જયલલિતાની જન્મજયંતિ

મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, જયલલિતાજીની જન્મજયંતિ પર તેમની લોક કલ્યાણ નીતિઓ અને પછાત લોકોને સશક્ત બનાવવાના પ્રયત્નો માટે ખૂબ પ્રશંસા કરવામાં આવે છે. તેમણે આપણી મહિલા શક્તિને મજબૂત બનાવવાના પ્રયત્નો યાદગાર રહ્યાં છે. તેમની સાથેની ચર્ચાઓ હું હંમેશા યાદ રાખીશ. તમિલનાડુના રાજકારણમાં અમ્મા તરીકે જાણીતી જયલલિતાનો જન્મ હાલના કર્ણાટકના માંડ્યા જિલ્લાના મેલુરકોટ ગામમાં 1948 માં થયો હતો. તે પાંચ વખત તમિલનાડુના મુખ્ય પ્રધાન રહી ચૂક્યાં છે.

ABOUT THE AUTHOR

...view details