હૈદરાબાદ : વડાપ્રધાન મોદી હૈદરાબાદમાં જનસભાને સંબોધિત(PM Modi addressed the public meeting) કરતા જણાવ્યું કે, તેલંગાણામાં કળા, કૌશલ્ય, મહેનત કૌશલ્યથી ભરપૂર છે. તેલંગાણા પ્રાચીનતા અને શક્તિનું પવિત્ર સ્થળ છે. જે રીતે હૈદરાબાદ શહેર દરેક પ્રતિભાઓની અપેક્ષાઓને નવી ઉડાન આપે છે. તેવી જ રીતે ભાજપ પણ દેશની આશાઓ અને આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે દિવસ-રાત મહેનત કરી રહી છે. દેશની મહિલાઓ પણ આજે અનુભવી રહી છે કે તેમનું જીવન સરળ બની ગયું છે, તેમની સગવડતા વધી છે. તેલંગાણાના ગરીબોને મફત રાશન મળવું જોઈએ, ગરીબોને મફત સારવાર મળવી જોઈએ, ભાજપ સરકારની નીતિઓનો લાભ દરેકને ભેદભાવ વિના મળી રહ્યો છે. આ સૌનો સાથ, સૌનો વિકાસ છે.
તેલંગાણામાં ભાજપને જે જનસમર્થન મળ્યું - તેલંગાણામાં ભાજપને જે જનસમર્થન મળ્યું હતું તે સતત વધી રહ્યું છે. અમે ગ્રેટર હૈદરાબાદની ચૂંટણીમાં તેની બીજી ઝલક જોઈ, જ્યારે ભાજપને અભૂતપૂર્વ સફળતા મળી. 2019ની ચૂંટણીમાં તેલંગાણામાં ભાજપને જે જનસમર્થન મળ્યું હતું તેમાં સતત વધારો થઈ રહ્યો છે. સ્વચ્છ ભારત અભિયાનને કારણે તેલંગાણાની લાખો ગરીબ માતાઓ, બહેનો અને દીકરીઓને સન્માનનું જીવન મળ્યું છે. તેલંગાણાની લાખો ગરીબ બહેનોને ઉજ્જવલા યોજના દ્વારા આપવામાં આવતા મફત ગેસ કનેક્શનને કારણે ધુમાડાથી મુક્તિ મળી છે. જન ધન યોજના હેઠળ દેશભરમાં 45 કરોડ બેંક ખાતા ખોલવામાં આવ્યા હતા. જેમાંથી તેલંગાણામાં એક કરોડથી વધુ જનધન બેંક ખાતા ખોલવામાં આવ્યા છે, જેમાંથી 55 ટકાથી વધુ ખાતા મહિલાઓના છે.