- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 37મી પ્રગતિ બેઠકની કરી અધ્યક્ષતા
- બેઠકમાં વડાપ્રધાને 8 પરિયોજના અને એક યોજનાની કરી સમીક્ષા
- 14 રાજ્યોથી સંબંધિત આ આઠેય પરિયોજનાઓનો કુલ ખર્ચ 26,000 કરોડ રૂપિયા છે
આ પણ વાંચો-વડાપ્રધાન મોદીએ રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે કરી વાત, આ વિષય પર થઈ ચર્ચા
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે વીડિયો કોન્ફરન્સના મધ્યમથી 37મી પ્રગતિ બેઠકની અધ્યક્ષતા કરી હતી. વડાપ્રધાન કાર્યાલયે (PMO) જણાવ્યું હતું કે, આ બેઠકમાં 8 પરિયોજનાઓ અને એક યોજનાની સમીક્ષા કરવામાં આવી હતી. આ સાથે જ 14 રાજ્યોથી સંબંધિત આ આઠેય પરિયોજનાઓનો કુલ ખર્ચ 26,000 કરોડ રૂપિયા છે. વડાપ્રધાને આ પરિયોજનાઓને નક્કી કરેલા સમય પર પૂર્ણ કરવાના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો.