નવી દિલ્હી:સમગ્ર કૃતજ્ઞ રાષ્ટ્ર બંધારણના ઘડવૈયા, ભારત રત્ન બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરને (Dr. Bhimrao Ambedkar) 66માં મહાપરિનિર્વાણ દિવસ પર યાદ કરી રહ્યું છે. તેમણે તેમનું આખું જીવન સામાજિક દુષણોને દૂર કરવામાં વિતાવ્યું. તેમણે જાતિવાદ અને અસ્પૃશ્યતા સામે લાંબો સંઘર્ષ કર્યો. તેમનો જન્મ 14 એપ્રિલ 1891ના રોજ થયો હતો. તેઓ એક મહાન વિદ્વાન અને સમાજ સુધારક હતા.
મહાપરિનિર્વાણ દિવસ: રાષ્ટ્રપતિ મુર્મુ, પીએમ મોદી સહિતના મહાનુભાવોએ ડૉ. બી.આર. આંબેડકરને શ્રદ્ધાંજલિ આપી - મહાપરિનિર્વાણ દિવસ
1956માં આ દિવસે બાબાસાહેબ ડૉ.ભીમરાવ આંબેડકરનું (Dr. Bhimrao Ambedkar) અવસાન થયું હતું. આ દિવસને મહાપરિનિર્વાણ દિવસ (Mahaparinirvan Diwas) તરીકે ઓળખવામાં આવે છે. આવી સ્થિતિમાં આખો દેશ તેમને કૃતજ્ઞતાથી નમન કરી રહ્યો છે. રાષ્ટ્રપતિ મુર્મુ, પીએમ મોદીએ (PM Modi pay tribute to Dr BR Ambedkar) પણ તેમને યાદ કર્યા.
આંબેડકરની પુણ્યતિથિને મહાપરિનિર્વાણ દિવસ તરીકે ગણવામાં આવે છે:ડૉ.ભીમરાવ રામજી આંબેડકરનું 6 ડિસેમ્બર, 1956ના રોજ અવસાન થયું હતું. (Death anniversary of Babasaheb Dr Bhimrao Ambedkar) આંબેડકરની પુણ્યતિથિને મહાપરિનિર્વાણ દિવસ તરીકે ગણવામાં આવે છે. નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સંસદમાં ડૉ. બી.આર. આંબેડકરને (PM Modi pay tribute to Dr BR Ambedkar) તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી.
કોંગ્રેસના સાંસદોએ આજે સંસદમાં શ્રદ્ધાંજલિ આપી:UPA ચેરપર્સન સોનિયા ગાંધી અને પક્ષના વડા મલ્લિકાર્જુન ખડગે સહિત કોંગ્રેસના સાંસદોએ આજે સંસદમાં ડૉ. BR આંબેડકરને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી હતી.