નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે પોખરણ પરમાણુ પરીક્ષણની વર્ષગાંઠ નિમિત્તે રાષ્ટ્રીય તકનીક દિવસના અવસર પર દેશના વૈજ્ઞાનિકો અને તેમના પ્રયાસોની પ્રશંસા(pm Modi pays tributes to scientists) કરી. આ પ્રસંગે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને પણ યાદ કર્યા અને તેમની રાજકીય હિંમતની પ્રશંસા કરી. મોદીએ ટ્વીટ કર્યું, 'આજે રાષ્ટ્રીય ટેક્નોલોજી દિવસ(National Technology Day) પર, અમે અમારા ઉત્કૃષ્ટ વૈજ્ઞાનિકો અને તેમના પ્રયાસો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ. તેમના પ્રયાસોને કારણે 1998માં પોખરણ પરમાણુ પરીક્ષણમાં અમને સફળતા મળી હતી.
આ પણ વાંચો - અરવિંદ કેજરીવાલ આજે રાજકોટના પ્રવાસે, ચૂંટણી પ્રચારના શ્રીગણેશ !
વડાપ્રધાને અટલજીને કર્યા યાદ -વડાપ્રધાને કહ્યું કે, 'અમે ગર્વ સાથે અટલજીના કાર્યક્ષમ નેતૃત્વને પણ યાદ કરીએ છીએ, જેમણે અદ્દભુત રાજકીય સાહસ અને રાજકીય કુશળતા દર્શાવી હતી.' નોંધનીય છે કે ભારતની વૈજ્ઞાનિક ક્ષમતા અને તકનીકી પ્રગતિને ચિહ્નિત કરવા માટે, 1999 થી, 11 મેને રાષ્ટ્રીય તકનીક દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
આ પણ વાંચો - 2 દિવસ પછી શેરબજારમાં આવી તેજી, આજે આ કંપનીઓનો ખૂલશે IPO
1998માં પરીક્ષણ કરાયું - વર્ષ 1998માં આ દિવસે, ભારતે વાજપેયીના નેતૃત્વમાં પોખરણમાં પાંચમાંથી પ્રથમ પરમાણુ પરીક્ષણ કર્યું હતું. આ સિદ્ધિ હાંસલ કરીને, ભારત પરમાણુ સમૃદ્ધ દેશોમાં સામેલ થનારો છઠ્ઠો દેશ બન્યો. ભારતે આ દિવસે સ્વદેશી નિર્મિત હંસ-3 એરક્રાફ્ટ અને ટૂંકા અંતરની મિસાઈલ 'ત્રિશૂલ'નું પણ સફળ પરીક્ષણ કર્યું હતું, જે દેશ માટે એક રેકોર્ડ સાબિત થયો હતો. આ પરીક્ષણો સાથે, ભારતે સમગ્ર વિશ્વને તેની તાકાત દર્શાવી.