- લોખંડી પુરૂષ સરદાર પટેલની આજે પુણ્યતિથિ
- વડાપ્રધાન સહિત અનેક નેતાઓએ કર્યા વંદન
- સરદાર પટેલ ભારતના પહેલા ગૃહપ્રધાન હતાં
નવી દિલ્હીઃ ભારતના લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની આજે પુણ્યતિથિ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના સૌથી પહેલા ગૃહપ્રધાન સરદારક વલ્લભભાઈ પટેલને તેમની પુણ્યતિથિ પર શત શત નમન કર્યા છે. તેમણે ટ્વિટ કરી જણાવ્યું કે સરદાર ચિંધ્યા માર્ગે દેશની એકતા, અખંડતા અને સંપ્રભુતાની રક્ષા કરવા માટે પ્રેરિત રહેશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યા યાદ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી કહ્યું કે, 'સશક્ત, સુદ્રઢ અને સમૃદ્ધ ભારતનો પાયો નાખનાર લોખંડી પુરૂષ સરદાર વલ્લભ ભાઈ પટેલને તેમની પુણ્યતિથિ પર શત શત નમન. તેમણે દેખાડેલા માર્ગ આપણને દેશની એકતા, અંખડતા અને સંપ્રભુતાની રક્ષા કરવા માટે હંમેશા પ્રેરિત કરશે.'