- આજે 14 એપ્રિલે બાબાસાહેબની 130મી જન્મજયંતિ છે
- વડાપ્રધાન મોદીએ બાબાસાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
- રાહુલ ગાંધી અને રામનાથ કોવિંદે પણ ટ્વિટ કર્યુ
નવી દિલ્હી: દેશના બંધારણના સર્જક ડૉ. બાબાસાહેબ આંબેડકરની આજે 14 એપ્રિલે 130મી જન્મજયંતિ છે. આવી સ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. વળી...? કહ્યું કે બાબાસાહેબનો સંઘર્ષ એ દરેક પેઢી માટે એક ઉદાહરણ છે. અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીએ આંબેડકર જયંતી પર પણ ટ્વિટ કર્યું હતું.
આ પણ વાંચો :પૂર્વ સીએમ જયલલિતાની જન્મજયંતિ પર વડાપ્રધાન મોદીની આદરાંજલી
પીએમ મોદીએ ટ્વિટમાં આ વાત લખી હતી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ટ્વિટમાં લખ્યું છે કે, 'હું ડૉ. બાબાસાહેબ આંબેડકરને આંબેડકર જયંતિ નિમિત્તે શિશ ઝૂકાવી નમન કરૂં છું. તેમના સંઘર્ષ દ્વારા તેમણે સમાજના પછાત વર્ગને મુખ્ય ધારામાં લાવવાનું કામ કર્યું હતું. જે દરેક પેઢી માટે એક ઉદાહરણ હશે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ ટ્વિટ કર્યું
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વિટ કર્યું છે કે, ભારતીય બંધારણના મુખ્ય શિલ્પી બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરની જન્મજયંતિને શ્રદ્ધાંજલિ અર્પુ છું. ડૉ. આંબેડકરે એક સમાન યોગ્ય સમાજ બનાવવા માટે આજીવન સંઘર્ષ કર્યો હતો. આજે તેમના જીવન અને વિચારોમાંથી શિક્ષણ લીધા પછી તેમના આચરણોને પોતાના આચરણમાં બદલવાનો સંકલ્પ લ્યો.
રાહુલ ગાંધીએ પણ ડૉ. બાબાસાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પી
તે જ સમયે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ ડૉ. બાબાસાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પી હતી. તેમણે લખ્યું હતું કે, બાબાસાહેબે કડક પ્રશ્નો પૂછ્યા હતા. જેના કારણે ભારત પ્રગતિના માર્ગ પર આગળ વધી શક્યું છે.
આ પણ વાંચો :આજે પૂર્વ વિદેશ પ્રધાન સુષમા સ્વરાજની 67 મી જન્મજયંતિ
ડૉ. આંબેડકરનો જન્મ 14 એપ્રિલ, 1891ના રોજ થયો હતો
તમને જણાવી દઈએ કે ડૉ. ભીમરાવ આંબેડકરનો જન્મ 14 એપ્રિલ, 1891ના રોજ થયો હતો. ભીમરાવ આંબેડકરને ભારતીય બંધારણના પિતા કહેવામાં આવે છે. આઝાદી બાદ તેઓ દેશના પ્રથમ કાયદા અને ન્યાય પ્રધાન બન્યા હતા.