કલોલ : વડાપ્રધાને સભામાં જણાવ્યું કે ખડગેને (Pm modi on mallikarjun ravan statement) મારા વિશે બોલવા માટે અન્ય લોકોએ ઉશકેર્યા હતા. તેઓ કયારેય આવા અપશબ્દો બોલતા નથી. હાર તો ચાલુ જ છે, પણ કોંગ્રેસનું માનસિક સંતુલન બગડ્યું છે, હું ગુજરાતનો છું, તમે લોકોએ મારા પર મોટું નિવેદન આપ્યું છે. કોંગ્રેસ દરેક વખતે ગોળો બોલે છે, હલકી ભાષામાં વાત કરે છે, કોંગ્રેસ રિમોટ કંટ્રોલથી ચાલે છે.
Pm modi on mallikarjun ravan statement ભાઈઓ બહેનો હું ગુજરાતનો છું:કોંગ્રેસ પાર્ટીને આસ્થાનું અપમાન શ્રદ્ધનું અપમાન થાય એમા જ એને મજા આવે છે, ભાઈ ચૂંટણીઓ હારીએ પણ એમા આપણે માનસિક સંતુલન ગુમાવવાનું કોઈ કારણ છે? હાર જીત ચાલ્યા કરે. અમારી તો પહેલા ડિપોઝિટ પણ જતિ હતી. ભાઈઓ બહેનો હું ગુજરાતનો છું, તમે મને મોટો કર્યો, તમેજ મારા શિક્ષક છો, તમે મને જે ગુણ આપ્યા છે એજ ગુણ લઈને હું આજે કામ કરવાની કોશીશ કરી રહ્યો છું. પરંતુ આ કોંગ્રેસવાળા મારા ભાઈઓને ગુજરાતે મારુ જે ઘડતર કર્યુ છે, ગુજરાતે મને જે સંસ્કાર આપ્યા એ તેમને તકલીફ છે. વાર તહેવારે ગાળો બોલે છે.
કોંગ્રેસ દરેક વખતે ગોળો બોલે છે, હલકી ભાષામાં વાત કરે છે, કોંગ્રેસ રિમોટ કંટ્રોલથી ચાલે છે. એક નેતાને મોદી સાથે વાત કરવાનું કહેવામાં આવ્યું. ચાલો હું મોદીને ચૂંટણીમાં તેમની ઓકાત બતાવુ. તે લોકોએ તેમની ઓકાત બતાવવાની વાત કરી. ભાઈ આપણે ગુજરાતના પછાત લોકો આપણી કઈ ઓકાત હોય? આપણે તો સેવક લોકો છે.
ખડગે જીને ઓળખું છું:કોંગ્રેસને થયુ હજુ થોડો મોટો ડોઝ આપવો હતો. એટલે કોંગ્રેસની આલા કમાને ખડગેજીને મોકલ્યા. હું ખડગે જીને ઓળખું છું. હું ખડગે જીનું સન્માન કરું છું, પણ તેમણે એજ બોલવુ પડે જે તેમને ભણાવીને મોકલ્યા હોય. કોંગ્રેસને ખબર નથી...આ રામ ભક્તોનું ગુજરાત છે. રામ ભક્તોની ધરતી પર, રામના ભક્તોની સામે મોદીને રાવણ કહેવામાં આવ્યો. કોંગ્રેસ તો રામના અસ્તિત્વને જ સમજતી નથી. કોંગ્રેસને અયોધ્યાના ભવ્ય રામ મંદીરમા પણ ભરોસો નથી. કોંગ્રેસને રામસેતુ સાથે સમસ્યા છે. (gujarat assembly election 2022)
તેમની પાસે રાવણ જેવા 100 માથા:ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017માં જેવી રીતે મણિશંકર ઐયરે વડાપ્રધાન મોદીને નિચ બોલીને કોંગ્રેસને મોટું નુકસાન કરાવ્યું હતું. તેવિજ રીતે કોંગ્રેસ અધ્યક્ષે પણ તેમની એક સભામાં વડાપ્રઘાન મોદીને તેમણે કહ્યું કે 'મોદી દરેક ચૂંટણીમાં દેખાય છે, શું તેમની પાસે રાવણ જેવા 100 માથા છે?'. જેને લઇને રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. ભાજપ-કોંગ્રેસના નેતાઓ વચ્ચે તણાવ વધી ગયો છે.