- વડાપ્રધાન મોદીએ શુક્રવારે રશિયાને લઈને આપ્યું મહત્વપૂર્ણ નિવેદન
- વડાપ્રધાને કહ્યું, રશિયાની મિત્રતા સમયની કસોટી પર ઉતરી છે ખરી
- ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમના પૂર્ણ સત્રને સંબોધિત કરતી વખતે આપ્યું નિવેદન
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કહ્યું કે, ભારત-રશિયાની મિત્રતા સમયની કસોટી પર ખરી ઉતરી છે. આ સાથે તેમણે વેક્સિનેશન પ્રોગ્રમમાં કરવામાં આવેલી મદદ અને કોરોના મહામારી દરમિયાન બન્ને દેશો વચ્ચેના મજબૂત સહયોગનો પણ ઉલ્લેખ કર્યો હતો.