- વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અમેરિકાના ત્રણ દિવસીય પ્રવાસ પર પહોંચ્યા છે
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) 25 સપ્ટેમ્બરે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ને સંબોધિત કરશે
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) રાષ્ટ્રપતિ જો બાઈડન (President Joe Biden) અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ (Vice President Kamala Harris)ની સાથે બેઠક સહિત અનેક મોટા નેતાઓ સાથે વાતચીત કરશે
ન્યૂઝ ડેસ્કઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અમેરિકાના ત્રણ દિવસીય પ્રવાસ પર પહોંચ્યા છે. તે દરમિયાન તેઓ રાષ્ટ્રપતિ જો બાઈડન (President Joe Biden) અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ (Vice President Kamala Harris)ની સાથે બેઠક સહિત અનેક મોટા નેતાઓ સાથે વાતચીત કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ક્વાડ નેતાઓના એક શિખર સંમેલનમાં પણ ભાગ લેશે અને 25 સપ્ટેમ્બરે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ને સંબોધિત કરશે. વડાપ્રધાન બુધવારે અમેરિકા જવા રવાના થયા હતા. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) હાલમાં જ ટ્વિટર પર એક ફોટો શેર કર્યો છે, જેમાં તેઓ વિમાનની સીટ પર બેસીને પોતાના સમયનો ઉપયોગ ફાઈલ જોવામાં કરી રહ્યા છે. આ સાથે જ વડાપ્રધાને ટ્વિટના કેપ્શનમાં લખ્યું હતું કે, લાંબી ફ્લાઈટમાં કાગળ અને ફાઈલને જોવાની તક મળી જાય છે.
વડાપ્રધાને લોકોનું અભિવાદન કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિશેષ વિમાન વોશિંગ્ટન ડીસીના જોઈન્ટ બેઝ એન્ડ્રુઝ પર સામાન્ય વરસાદની વચ્ચે ઉતર્યું છે. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશેષ વિમાનથી છત્રી લઈને બહાર નીકળ્યા હતા અને તેમણે લોકોનું અભિવાદન કર્યું હતું. વડાપ્રધાનની સાથે વિશેષ વિમાનમાં NSA અજિત ડોભાલ, વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલા સહિત સરકારના ઉચ્ચ અધિકારીઓ પણ પહોંચ્યા છે. અમેરિકામાં ભારતના રાજદૂત તરણજિત સિંહ સંધુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આગેવાન કર્યું હતું. આ સાથે જ રક્ષા અધિકારી બ્રિગેડિયર અનુપ સિંઘલ, એર કમોડોર અંજન ભદ્ર, નૌસેના કોમોડોર નિર્ભયા બાપના અને અમેરિકી સબ મેનેજમેન્ટ અને સંશાધન પ્રધાન ટી. એચ. બ્રાયન મેક્કોને સ્વાગત કર્યું હતું.
કોરોનાના ડરની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોની વચ્ચે જઈને અભિવાદન કર્યું