હૈદરાબાદઃ નવી કાર મર્સિડીઝ મેબેક એસ650 ગાર્ડ(Mercedes Maybach S650 Guard) ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાફલામાં સામેલ કરવામાં આવી છે. સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપએ(SPG) વડાપ્રધાનના વાહનને રેન્જ રોવર વોગ અને ટોયોટા લેન્ડ ક્રુઝરથી અપગ્રેડ કર્યું છે. SPGએ(Special Protection Group) વડાપ્રધાન મોદીની સુરક્ષા માટે કાફલામાં હાઇટેક ફીચર્સથી સજ્જ મર્સિડીઝ મેબેક એસ650 ગાર્ડનો સમાવેશ કર્યો છે. આ બુલેટપ્રૂફ કારની ખાસિયત એ છે કે તેને AK-47ની ગોળીઓ અને બોમ્બ બ્લાસ્ટની અસર થતી નથી. તાજેતરમાં જ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ભારત યાત્રા દરમિયાન વડાપ્રધાન મોદી આ કારમાં જોવા મળ્યા હતા.
મર્સિડીઝ મેબેક એસ650 ગાર્ડની કિંમત અંદાજીત 12 કરોડ
મર્સિડીઝ મેબેક એસ650 ગાર્ડમાં સુરક્ષાની દ્રષ્ટિએ ઘણી સુવિધાઓ(Features in Mercedes Maybach S650 Guard) અપગ્રેડ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર, આ ફેસલિફ્ટ મોડલની કિંમત લગભગ 12 કરોડ રૂપિયા(Price of Mercedes Maybach S650 Guard) જણાવવામાં આવી રહી છે. મર્સિડીઝ મેબેકએ ગયા વર્ષે S600 ગાર્ડ ભારતમાં 10.5 કરોડ રૂપિયાની કિંમતે લૉન્ચ કરી હતી. મર્સિડીઝ-મેબેક S650 ગાર્ડ તેનું અપગ્રેડ વર્ઝન છે.
કારમાં સવાર લોકોને વિસ્ફોટથી બચાવે છે
મર્સિડીઝ મેબેક S650 ગાર્ડની બારીઓ અને બોડી શેલ પણ શરીર અને બારીઓ પર AK-47 જેવી ખતરનાક રાઈફલની ગોળીઓથી તટસ્થ થઈ જાય છે. આ કારમાં પોલીકાર્બોનેટનું કોટિંગ છે, જે કારમાં સવાર લોકોને વિસ્ફોટથી બચાવે છે. તેને એક્સપ્લોઝન પ્રૂફ વ્હીકલ(ERV) રેટિંગ મળ્યું છે એટલે કે જો આ વાહનથી 2 મીટરના અંતરે 15 કિલો TNT ફાટશે તો તેમાં બેઠેલા લોકો સુરક્ષિત રહેશે. આની બીજી ખાસિયત એ છે કે ગેસ એટેકની સ્થિતિમાં કેબીનને અલગથી એર સપ્લાય પણ મળે છે.