ગુજરાત

gujarat

ETV Bharat / bharat

PM Modi's MP Visit: 50 હજાર કરોડના પેટ્રો કેમિકલ પ્લાન્ટનું ભૂમિપૂજન અને 6 ઈન્ડસ્ટ્રિયલ પાર્કની મધ્યપ્રદેશને ભેટ - બીપીસીએલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે મધ્યપ્રદેશના મહેમાન બન્યા છે. તેમણે સાગર જિલ્લા સ્થિત બિના રિફાઈનરીમાં 50 હજાર કરોડના પેટ્રો કેમિકલ પ્લાન્ટનું ભૂમિપૂજન કર્યુ હતું. વડાપ્રધાને સભાસ્થળેથી મધ્યપ્રદેશના કુલ 1800 કરોડના ખર્ચે તૈયાર થયેલ 6 ઈન્ડસ્ટ્રિયલ પાર્કનો વર્ચ્યુઅલી શિલાન્યાસ કર્યો હતો. વાંચો વડાપ્રધાન મોદીના મધ્યપ્રદેશના પ્રવાસ વિશે વિગતવાર.

વડાપ્રધાન મોદીએ મધ્યપ્રદેશને આપી પેટ્રો કેમિકલ પ્લાન્ટની ભેટ
વડાપ્રધાન મોદીએ મધ્યપ્રદેશને આપી પેટ્રો કેમિકલ પ્લાન્ટની ભેટ

By ETV Bharat Gujarati Team

Published : Sep 14, 2023, 2:59 PM IST

Updated : Sep 14, 2023, 4:16 PM IST

ભોપાલઃમધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે. આ સમયને સાચવતા વડાપ્રધાને મધ્યપ્રદેશને અનેક ભેટ આપી છે. બિના રિફાઈનરીમાં 50 હજાર કરોડ રૂપિયાના પેટ્રો કેમિકલ પ્લાન્ટનું ભૂમિપૂજન કર્યું છે. તેમજ કુલ 1800 કરોડના ખર્ચે તૈયાર થયેલ 6 ઈન્ડસ્ટ્રિયલ પાર્કનો વર્ચ્યુઅલી શિલાન્યાસ કર્યો હતો. જેમાં રતલામ, ગુના, નર્મદાપુરમ, શાહપુર, મઉગંજ, આગર માળવા અને મક્સીના પાર્કનો સમાવેશ થાય છે.

બીપીસીએલ દેશનો બીજો સૌથી મોટો પ્લાન્ટઃ વડાપ્રધાન ગુરૂવાર સવારે બિના રિફાઈનરીના હેલીપેડ પર પહોંચ્યા હતા. ત્યાંથી 3 કિલોમીટર દૂર હડકલખાલી ગામ સ્થિત કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આ સ્થળેથી વડાપ્રધાન મોદીએ બીપીસીએલ પેટ્રો કેમિકલ રિફાઈનરીનું ભૂમિપૂજન કર્યુ હતું. બુંદેલખંડ માટે આ એક મોટી ભેટ છે.

રિફાઈનરી ક્ષમતા ડબલ થશેઃ બિના રિફાઈનરીની સરખામણીમાં આ પ્રોજેક્ટ 3 ગણો મોટો છે. વર્તમાનમાં બિના રિફાઈનરી 7.8 મિલિયન મેટ્રિક ટન ઓઈલ રિફાઈન કરે છે જ્યારે આ પ્રોજેકને પરિણામે તેની ક્ષમતા 15 મિલિયન મેટ્રિક ટન સુધી પહોંચી જશે. ગુજરાત બાદ બીપીસીએલ દેશનો બીજો સૌથી મોટો રિફાઈનરી પ્રોજેક્ટ છે.

પેટ્રોલ ડીઝલના ભાવ ઘટવાની સંભાવનાઃ આ કાર્યક્રમમાં કેન્દ્રીય પેટ્રોલિયમ પ્રધાન હરદીપ સિંહ પુરીએ 2014 પહેલા 45 ટકા પરિવાર ગેસ સિલિન્ડરથી વંચિત હોવાનું જણાવ્યું હતું. અત્યારે સમગ્ર દેશમાં 32 કરોડ ગેસ સિલિન્ડર કનેકશન છે. આ સાથે જ વિક્સિત દેશોમાં પેટ્રોલ ડીઝલની કિંમત 30થી 50 ટકા વધી છે. વડાપ્રધાન મોદીએ જે નિર્ણયો લીધા છે તેનાથી ભારતમાં પેટ્રોલની કિંમતમાં 5 ટકા જ્યારે ડીઝલ 0.2 ટકા ઘટાડો થયો છે.

બુંદેલખંડની ઈમેજ બદલાશેઃ મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ જણાવે છે કે આ પરિયોજનાથી સાગર જિલ્લા સહિત સમગ્ર મધ્યપ્રદેશની ઈમેજ બદલાશે. શિવરાજ સિંહે વડાપ્રધાન મોદીની પ્રશંસા કરતા કહ્યું કે મોદી વિશ્વકલ્યાણ કરવામાં વ્યસ્ત છે. જી-20ની ઐતિહાસિક સફળતા બાદ મોદી મધ્યપ્રદેશના મહેમાન બન્યા છે. આ પેટ્રો કેમિકલ પ્લાન્ટની શરૂઆત થતાં જ બુંદેલખંડની કાયાપલટ થઈ જશે. આ પરિયોજનાથી 4 લાખ યુવાનોને રોજગાર મળશે.

  1. Madhyapardesh Assembly Election: ગુજરાતના 48 ધારાસભ્યો મધ્યપ્રદેશની 48 વિધાનસભા બેઠકોનું કરશે રીયાલિટી ચેક
  2. Madhyapradesh Assembly Election 2023: મધ્યપ્રદેશ સરકારના પ્રધાનમંડળનું વિસ્તરણ કરાયું, 3 નવા પ્રધાનનો ઉમેરો થયો
Last Updated : Sep 14, 2023, 4:16 PM IST

ABOUT THE AUTHOR

...view details