ગુજરાત

gujarat

ETV Bharat / bharat

PM મોદીએ કરી એવા વ્યક્તિ જોડે મુલાકાત, જેમણે શિખવ્યા હતા જ્ઞાનના પાઠ - વડાપ્રધાનની ગુજરાત મુલાકાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક ખાસ તસવીર(special picture of Prime Minister Modi) સામે આવી છે. આ તસવીરમાં પીએમ મોદી તેમની શાળાના શિક્ષક સાથે(PM Modi met his school teacher in this way) જોવા મળી રહ્યા છે.

PM મોદી ગુજરાત નવસારીમાં તેમના ભૂતપૂર્વ શાળાના શિક્ષકને મળ્યા
PM મોદી ગુજરાત નવસારીમાં તેમના ભૂતપૂર્વ શાળાના શિક્ષકને મળ્યા

By

Published : Jun 10, 2022, 5:44 PM IST

Updated : Jun 10, 2022, 7:39 PM IST

અમદાવાદ : વડાપ્રધાનની ગુજરાત મુલાકાત(Prime Minister s visit to Gujarat) હંમેશા કોઈને કોઈ કારણે ખાસ બની રહે છે. આ વખતે તેમના ગુજરાત પ્રવાસની ખૂબ જ ખાસ તસવીર(special picture of Prime Minister Modi) સામે આવી છે. આ તસવીરમાં વડાપ્રધાન તેમના ચાહકોના વર્તુળમાં નથી, પરંતુ તેમને તેમના બાળપણમાં શીખવનાર વ્યક્તિને મળી રહ્યા(PM Modi met his school teacher in this way) છે.

આ પણ વાંચો - PM મોદીના આ કાર્યથી પ્રાઈવેટ પ્લેયરને સ્પેસમાં મળશે મોકો

શિક્ષકને મળ્યા વડાપ્રધાન - તસવીર નવસારીની જણાવવામાં આવી રહી છે, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના પૂર્વ શાળાના શિક્ષકને મળ્યા હતા. તેમની શાળાના શિક્ષકનું નામ જગદીશ નાઈક છે. આ તસવીરમાં વડાપ્રધાન તેમના શિક્ષકને હાથ જોડીને નમન કરી રહ્યા છે, જ્યારે તેમના પૂર્વ શાળાના શિક્ષક તેમના માથા પર હાથ રાખીને તેમને આશીર્વાદ આપી રહ્યા છે.

આ પણ વાંચો - એવું તે શું થયું કે PMનો રોડ શો અચાનક કરાયો રદ્દ

જગદીશ નાઈક આ અંદાજમાં જોવા મળ્યા -કોઈપણ શિક્ષક માટે આનાથી વધુ આનંદનો દિવસ કયો હોઈ શકે કે તેમના દ્વારા ભણેલ વિદ્યાર્થી દેશનો વડાપ્રધાન બને અને તેમના આશીર્વાદ લેવા તેમની પાસે પહોંચે. ગાંધી ટોપી પહેરીને અને સફેદ શર્ટ પહેરેલા, જગદીશ નાયક પીએમ મોદી સાથેની મુલાકાત દરમિયાન ઉત્સાહિત દેખાય છે.

Last Updated : Jun 10, 2022, 7:39 PM IST

ABOUT THE AUTHOR

...view details