- વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાને (Rakesh Jhunjhunwala) મળ્યા
- વડાપ્રધાને ટ્વિટર પર ફોટો શેર કરી આપી માહિતી
- રાકેશ ઝુનઝુનવાલા (Rakesh Jhunjhunwala)ને ભારતના વોરેન બફેટ કહેવામાં આવે છે
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ મંગળવારે પ્રખ્યાત શેર બજારના રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલા (Rakesh Zunzunwala) સાથે મુલાકાત કરી હતી. વડાપ્રધાને પોતે ટ્વિટર (Twitter) પર ફોટો શેર કરીને આ માહિતી આપી હતી. જોકે, આ સાથે જ રાજકીય ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. વડાપ્રધાને એક દિવસ પહેલા (5 ઓક્ટોબરે) દિગ્ગજ રોકાણકાર અને ભારતના વોરેન બફેટ (Warren Buffett) તરીકે ઓળખાતા રાકેશ ઝુનઝુનવાલા સાથે મુલાક તરી હતી. આ સાથે જ વડાપ્રધાને આ ફોટો શેર કરીને લખ્યું હતું કે, દેશના સૌથી મોટા સ્ટોક માર્કેટ રોકાણકારોમાં સામેલ રાકેશ ઝુનઝુનવાલા અને રેખા ઝુનઝુનવાલાને મળીને ઘણી ખુશી થઈ.
આ પણ વાંચોઃNew Scrap Policy: 15 વર્ષ જૂના વાહનની રજિસ્ટ્રેશન ફીમાં વધારો, ચૂકવવા પડશે 5000 રુપિયા
શિક્ષણ ક્ષેત્ર અંગે વાતચીત થઈઃ વડાપ્રધાન
વડાપ્રધાને ટ્વિટર પર આ ફોટો શેર કરી લખ્યું હતું કે, વન એન્ડ ઓનલી રાકેશ ઝુનઝુનવાલાથી મળીને ખુશી થઈ. જીવંત, અંતદૃષ્ટિથી ભરેલા અને ભારતને લઈને ખૂબ જ બુલિશ. વડાપ્રધાને ટ્વિટર પર લખ્યું હતું કે, શિક્ષણ ક્ષેત્રને લઈને વાતચીત થઈ હતી. આપને જણાવી દઈએ કે, રાકેશ ઝુનઝુનવાલાની વાત પર વડાપ્રધાનની કમેન્ટ કેટલાક અઠવાડિયા પછી આવી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે, નાના રોકાણકારોને સારા રિટર્ન માટે અમેરિકામાં નહીં, પરંતુ ભારતમાં પ્રસ્થાન કરવું જોઈએ. બિગ બુલે કહ્યું હતું કે, આપણા ઘરમાં જ સારું ભોજન છે. તો બહાર કેમ જવું. ભારતમાં વિશ્વાસ કરો.
આ પણ વાંચોઃLPG Price Hike : સામાન્ય માણસને આંચકો, LPG સિલિન્ડરની કિંમત વધી, જાણો કેટલી થઇ કિંમત?
રાકેઝ ઝુનઝુનવાલાને ભારતના વોરેન બફેટ કહેવાય છે
રાકેશ ઝુનઝુનવાલાની વાત કરીએ તો, તેઓ દેશના મોટા શેર બજાર રોકાણકારોમાંથી એક છે. તેમને ભારતના વોરેન બફેટ કહેવામાં આવે છે. પોતાની કંપની રેર એન્ટરપ્રાઈઝીસ (Rare Enterprises)ના માધ્યમથી તેઓ શેર બજારમાં રોકાણ કરે છે. ફોર્બ્સની પૈસાદાર યાદી અનુસાર, ઝુનઝુનવાલા દેશના 48મા સૌથી અમીર વ્યક્તિ છે. તેઓ હંગામા મીડિયા અને એપટેક (Aptech)ના ચેરમે છે. તેઓ અનેક મોટી કંપનીઓના બોર્ડમાં પણ સામેલ છે, જેવા કે વાઈસરોય હોટેલ, કોનકોર્ડ બાયોટેક, પ્રોવોગ ઈન્ડિયા (Provogue India) અને જિયોજિત ફાઈનાન્શિયલ સર્વિસીઝ (Geojit Financial Services). આઈઆઈએફએલ વેલ્થ હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ (IIFL Wealth Hurun India Rich List)ના જણાવ્યાનુસાર, ઝુનઝુનવાલાની કુલ સંપત્તી 22,300 કરોડ રૂપિયા છે.