નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારના રોજ દિલ્હીમાં ઓમાન સલ્તનતના સુલતાન અને વડાપ્રધાન હૈથમ બિન તારિક સાથે મુલાકાત કરી હતી. બંનેએ રાષ્ટ્રીય રાજધાનીમાં હૈદરાબાદ હાઉસ ખાતે દ્વિપક્ષીય વાટાઘાટો કરી હતી. કારણ કે હૈથમ બિન તારિક આજે તેમની ત્રણ દિવસની ભારત મુલાકાત શરૂ કરી રહ્યા છે. પીએમ મોદીએ સુલતાન હૈથમ બિન તારિકના સન્માનમાં બપોરના ભોજનનું આયોજન કર્યું છે.
ઓમાનના સુલતાનો ભારત પ્રવાસ :વિદેશપ્રધાન એસ. જયશંકરે 15 ડિસેમ્બરના રોજ ઓમાનના સુલતાન હૈથમ બિન તારિક સાથે મુલાકાત કરી હતી. જયશંકરે કહ્યું કે તેઓ ભારત અને ઓમાન વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવવા તેમના માર્ગદર્શનને મહત્વ આપે છે. ટ્વિટર પર શેર કરેલી પોસ્ટમાં જયશંકરે કહ્યું કે, મારી રાજકીય યાત્રા શરૂ કરતાં સમયે ઓમાનના મહામહિમ સુલતાન હૈથમ બિન તારિકને મળવું સન્માનની વાત છે. અમારી વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવવા માટે અમે તેમના માર્ગદર્શનન મહત્વ આપીએ છીએ.
પીએમ મોદી સાથે બેઠક : ઓમાનના સુલતાન તારિક ભારતના ત્રણ દિવસીય રાજકીય પ્રવાસ પર છે. અગાઉ 15 ડિસેમ્બરના રોજ તેઓ દિલ્હી એરપોર્ટ પર ઉતર્યા, જ્યાં વિદેશ રાજ્યપ્રધાન (MoS) વી. મુરલીધરને એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું હતું. વિદેશ મંત્રાલયના (MEA) સત્તાવાર પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે, ઓમાનના સુલતાનનો ભારત પ્રવાસ બંને દેશો વચ્ચેની મિત્રતા અને સહયોગને વધુ મજબૂત કરશે.
ત્રિ-દિવસીય રાજકીય પ્રવાસ :વિદેશ મંત્રાલયના પ્રવક્તા બાગચીએ ટ્વિટર પર પોસ્ટ કર્યું કે, ઓમાનના મહામહિમ સુલતાન હૈથમ બિન તારિક ભારતની તેમના પ્રથમ રાજકીય પ્રવાસ માટે નવી દિલ્હી પહોંચ્યા હતા. આ મુલાકાત ભારત અને ઓમાન વચ્ચે લાંબા ગાળાની મિત્રતા અને સહયોગને વધુ મજબૂત કરશે અને દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર ઓમાનના સુલતાન તારિકની ભારતનો આ પ્રથમ રાજકીય પ્રવાસ છે અને ભારત અને ઓમાન વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે.
- કોંગ્રેસ 'આક્રમક' બની, પાર્ટીનો સ્થાપના દિવસ નાગપુરમાં ઉજવવામાં આવશે
- સંસદની સુરક્ષામાં ભંગના માસ્ટરમાઇન્ડ લલિત ઝાનું કોલકાતા કનેક્શન! પોલીસ તપાસમાં લાગી