નવી દિલ્હીઃનરેન્દ્ર મોદી વિદેશની મુલાકાતે છે. ત્યારે સૌપ્રથમ તેઓ જાપાનની મુલાકાતે પહોંચ્યા હતા. જયાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાપાનના હિરોશિમામાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આ સમયે પ્રધાનમંત્રીએ કહ્યું કે, જો આપણે બાપુએ બતાવેલા માર્ગ પર ચાલી શકીએ તો તે તેમને મોટી શ્રદ્ધાંજલિ હશે.
PM Modi Japan Visit: નરેન્દ્ર મોદી હિરોશિમામાં જાપાનના PM ને મળ્યા, મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કર્યું - sends message of peace to world
નરેન્દ્ર મોદી હિરોશિમામાં જાપાનના PM ને મળ્યા, મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હિરોશિમામાં મહાત્મા ગાંધીની પ્રતિમા સ્થાપિત કરવા અને અનાવરણ કરવાની તક આપવા બદલ જાપાન સરકારનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે, આપણે સૌએ મહાત્મા ગાંધીના આદર્શોને અનુસરીને વિશ્વ કલ્યાણના માર્ગ પર ચાલવું જોઈએ.
અહિંસાના વિચારને આગળ વધારશે: પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, હિરોશિમામાં મહાત્મા ગાંધીની પ્રતિમા અહિંસાના વિચારને આગળ વધારશે. તેમના માટે આ જાણવું ખૂબ જ મોટી ક્ષણ છે કે, તેમણે જાપાનના પીએમને ભેટમાં આપેલું બોધિ વૃક્ષ અહીં હિરોશિમામાં વાવવામાં આવ્યું છે0. જેથી લોકો અહીં આવીને શાંતિનું મહત્વ સમજી શકે. આજે પણ હિરોશિમાનું નામ સાંભળીને દુનિયા ધ્રૂજી જાય છે. G7 સમિટની આ મુલાકાતમાં તેમને સૌપ્રથમ આદરણીય મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કરવાનો લહાવો મળ્યો હતો. આજે વિશ્વ આબોહવા પરિવર્તન અને આતંકવાદની લડાઈ લડી રહ્યું છે. ક્લાઈમેટ ચેન્જ સામેની લડાઈ જીતવાનો શ્રેષ્ઠ માર્ગ પૂજ્ય બાપુનો આદર્શ છે. તેમની જીવનશૈલી પ્રકૃતિ પ્રત્યે આદર, સમન્વય અને સમર્પણનું ઉત્તમ ઉદાહરણ છે. મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કર્યા બાદ તેઓ ભારતીય સમુદાયના લોકોને પણ મળ્યા હતા.
મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી કાલથી વિદેશના પ્રવાસ પર છે. પીએમ મોદી જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદાના આમંત્રણ પર હિરોશિમા ગયા છે. G7 બેઠકમાં ભાગ લેતા પહેલા તેઓ અહીં Fumio ને મળ્યા હતા. મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આ દરમિયાન તેમણે વિશ્વને શાંતિનો સંદેશ પણ આપ્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હિરોશિમામાં મહાત્મા ગાંધીની પ્રતિમા સ્થાપિત કરવા અને અનાવરણ કરવાની તક આપવા બદલ જાપાન સરકારનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે આપણે સૌએ મહાત્મા ગાંધીના આદર્શોને અનુસરીને વિશ્વ કલ્યાણના માર્ગ પર ચાલવું જોઈએ. આ જ મહાત્મા ગાંધીને સાચી શ્રદ્ધાંજલિ હશે.