- નીરજ ચોપરાએ જેવેલિન થ્રોમાં ગોલ્ડ મેડલ જીત્યો
- વડાપ્રધાને કેપ્ટન મનપ્રીત સિંહ સાથે પણ વાતચીત કરી હતી
- બોક્સર લવલીના બોરગોહેને બ્રોન્ઝ મેડલ જીત્યો
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લાના પ્રાંગણથી ભારતીય ખેલાડીઓના ટોક્યો ઓલિમ્પિક 2020 માં ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે તેમની પ્રશંસા કર્યા બાદ સોમવારે તેમના નિવાસસ્થાને નાસ્તા માટે ભારતની ઓલમ્પિક ટીમને મળ્યા હતા.
આ પણ વાંચો- Tokyo Paralympics: 54 ભારતીય ખેલાડીઓ ટોક્યો પેરાલિમ્પિક્સ માટે થયા રવાના
ભારતીય ખેલાડીઓએ ટોક્યો ઓલમ્પિકમાં એક ગોલ્ડ સહિત સાત મેડલ મેળવ્યા
ભારતીય ખેલાડીઓએ ટોક્યો ઓલમ્પિકમાં એક ગોલ્ડ સહિત સાત મેડલ મેળવ્યા, જે અત્યારસુધી ઓલમ્પિકમાં ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. નીરજ ચોપરાએ જેવેલિન થ્રોમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો, જે એથ્લેટિક્સમાં ભારતનો પ્રથમ મેડલ છે.
સિંધું બે ઓલમ્પિક મેડલ જીતનારી બીજી ભારતીય અને પ્રથમ મહિલા ખેલાડી છે
વડાપ્રધાન મોદીએ ચોપરા અને પીવી સિંધુ સાથે નાસ્તા દરમિયાન વાતચીત પણ કરી. સિંધું બે ઓલમ્પિક મેડલ જીતનારી બીજી ભારતીય અને પ્રથમ મહિલા ખેલાડી છે. તે પોતાની સાથે રિયો ઓલમ્પિક 2016માં જીતેલો સિલ્વર મેડલ પણ લાવી હતી.
ટીમે બધા ખેલાડીઓની હસ્તાક્ષર વાળી હોકી સ્ટિક વડાપ્રધાનને ભેટ આપી
ભારતને 41 વર્ષ બાદ ઓલમ્પિકમાં હોકીનો મેડલ અપાવનારી પુરુષ હોકી ટીમ સાથે પણ વડાપ્રધાને વાત કરી હતી. ટીમે બધા ખેલાડીઓની હસ્તાક્ષર વાળી હોકી સ્ટિક વડાપ્રધાનને ભેટ આપી હતી. વડાપ્રધાને કેપ્ટન મનપ્રીત સિંહ સાથે પણ વાતચીત કરી હતી.
ટોક્યો ઓલિમ્પિકમાં બજરંગ પુનિયાએ બ્રોન્ઝ જીત્યો
વડાપ્રધાને ઓલિમ્પિકમાંથી બે મેડલ સાથે પરત ફરેલી કુસ્તી ટીમ સાથે પણ વાતચીત કરી હતી. કુસ્તીબાજ રવિ દહિયાએ ટોક્યો ઓલિમ્પિકમાં સિલ્વર અને બજરંગ પુનિયાએ બ્રોન્ઝ જીત્યો હતો. શિસ્તબદ્ધ કારણોસર સસ્પેન્ડ કરાયેલા કુસ્તીબાજો વિનેશ ફોગાટ, સીમા બિસ્લા, અંશુ મલિક અને કોચ જગમંદર સિંહ પણ આ પ્રસંગે હાજર હતા.
આ પણ વાંચો-હરિદ્વારાના હોકી સ્ટેડીયમનું નામ બદલવાની માગ કેબિનેટ પ્રધાન સ્વામી યતીશ્વરાનંદ દ્વારા કરવામાં આવી
મીરાબાઇ ચાનુએ પહેલા જ દિવસે સિલ્વર મેડલ જીતીને ભારતના અભિયાનની શરૂઆત કરી
વેઇટલિફ્ટર મીરાબાઇ ચાનુએ પહેલા જ દિવસે સિલ્વર મેડલ જીતીને ભારતના અભિયાનની શરૂઆત કરી હતી. બોક્સર લવલીના બોરગોહેને બ્રોન્ઝ મેડલ જીત્યો. ભારતીય મહિલા હોકી ટીમે અપેક્ષા કરતા વધુ સારું પ્રદર્શન કરીને પ્રથમ વખત ઓલમ્પિક સેમિફાઇનલમાં જગ્યા બનાવી.