નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં(Women World Boxing Championships)મેડલ જીતનારી મહિલા બોક્સર નિખત ઝરીન, મનીષા મૌન અને પરવીન હુડ્ડા સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં મેડલ જીતનાર મહિલા બોક્સરોએ પણ પીએમ મોદી (PM Modi Meets Female Boxers)સાથે સેલ્ફી લીધી હતી.
આ પણ વાંચોઃWorld School Game : વડોદરાની 17 વર્ષીય દિકરીએ વિદેશની ભોમ પર ભારતનો પ્રકાશ પાથર્યો
સુવર્ણ ચંદ્રક જીતનારી પાંચમી ભારતીય બોક્સર -તેમાંથી એકે પોતાના (IBA World Boxing Championships)હાથ પર વડાપ્રધાન મોદીનો ઓટોગ્રાફ પણ લીધો હતો. તાજેતરમાં સમાપ્ત થયેલ ચેમ્પિયનશિપમાં (Gold medallist Nikhat Zareen)ભારતે એક સુવર્ણ અને બે કાંસ્ય ચંદ્રક જીત્યા હતા. નીખત ઝરીન મેરી કોમ, સરિતા દેવી, જેની આરએલ અને લેખ કેસી સાથે મહિલા વિશ્વ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં સુવર્ણ ચંદ્રક જીતનારી પાંચમી ભારતીય બોક્સર બની હતી.