- વડાપ્રધાન મોદીએ કોરોના રસીના ઉત્પાદકો સાથે કર્યો સંવાદ
- આ બેઠકમાં રસીના સાત ઉત્પાદકો રહ્યા હતા હાજર
- કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન મનસુખ માંડવિયા પણ રહ્યા ઉપસ્થિત
નવી દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે શનિવારે સાત ભારતીય કોવિડ -19 રસી ઉત્પાદકોને મળ્યા હતા. દેશમાં એન્ટી-કોરોના વાયરસ રસીના 100 કરોડ ડોઝ આપવાના ઐતિહાસિક લક્ષ્યને હાંસલ કરવાને ધ્યાનમાં રાખીને આ બેઠક થઈ હતી. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે, સાત રસી ઉત્પાદકો - સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા, ભારત બાયોટેક, ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝ, ઝાયડસ કેડિલા, બાયોલોજિકલ ઇ, જેનોવા બાયોફાર્મા અને પેનેશિયા બાયોટેકના પ્રતિનિધિઓએ વડાપ્રધાન મોદી સાથેની બેઠકમાં ભાગ લીધો હતો. આ બેઠકમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન મનસુખ માંડવિયા અને કેન્દ્રીય સ્વાસ્થ્ય રાજ્ય પ્રધાન ભારતી પ્રવીણ પવાર પણ હાજર રહ્યા હતા.