- મહારાષ્ટ્રના નેતાની પૌત્રી છે અનિશા
- અનિશા અને તેના પરિવારે લીધી વડાપ્રધાનની મૂલાકાત
- અનિશાએ વડાપ્રધાનને કર્યા પ્રશ્નો
ન્યૂઝ ડેસ્ક: અહમદનગરની અનિશા મહારાષ્ટ્રના નેતા રાધાકૃષ્ણ વિખે પાટીલની પૌત્રી છે. અનિશાના પિતા પણ મહારાષ્ટ્રના જાણીતા નેતાઓમાંથી એક છે. અનિશાએ ધણી વાર પોતાના પિતા પાસે વડાપ્રધાનને મળતા માટે જિદ્દ કરી હતી, પરંતુ તેના પિતા તેને ટાળતા રહ્યા. અંતે અનિશાએ તેના પિતાના જ ફોન દ્વારા વડાપ્રઘાનને મૂલાકાત માટે મેઈલ કર્યો હતો.
પિતાના ફોનમાંથી અનિશાએ કર્યો મેઈલ
10 વર્ષની અનિશાએ મેઈલમાં લખ્યું, "હું અનિશા છું અને મારે તમને મળવું છે". ખૂબ જ આશ્ચર્યની વચ્ચે થોડા જ સમય બાદ તેના મેઈલ પર રિપ્યાઈ પણ આવી ગયો અને નાનકડી અનિશાની વડાપ્રધાનને મળવાની ઈચ્છા પૂર્ણ થઈ. બીજા જ દિવસે અનિશા અને તેનો પરિવાર વડાપ્રધાનને મળવા પહોંચી ગયા ત્યારે વડાપ્રધાનનો પહેલો જ પ્રશ્ન એ હતો કે, "અનિશા ક્યાં છે?", ત્યાર બાદ વડાપ્રધાને અનિશા સાથે વાતચીત કરવાની શરૂઆત કરી અને ચોકલેટ પણ આપી. અનિશા વડાપ્રઘાનને પ્રશ્ન કર્યો કે, શું આ તમારી ઓફિસ છે? પછી કહ્યું, ખૂબ જ મોટી ઓફિસ છે!
વડાપ્રધાને અનિશા સાથે પસાર કર્યો સમય
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનિશા સાથે ખૂબ વાતો કરી અને તેને પોતાની ઓફિસ વિશે પણ જણાવ્યું. અનિશાએ જ્યારે મોદીને પૂછ્યું કે, તેઓ ક્યારે રાષ્ટ્રપતિ બનશે? આ સાંભળી વડાપ્રધાન હસી પડ્યા. તેમણે પોતાના વ્યસ્ત કાર્યક્રમમાંથી સમય કાઢી નાનકડી અનિશા સાથે સમય પસાર કર્યો હતો.