ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વડાપ્રધાન મોદી આજે ધોરણ 12ની બોર્ડ પરીક્ષાઓને લગતી બેઠકની અધ્યક્ષતા કરશે - ધોરણ 12ની પરીક્ષાને લઇને વડાપ્રધાન મોદીની બેઠક

PM મોદી ધોરણ 12 બોર્ડની પરીક્ષા માટે મહત્વપૂર્ણ બેઠક કરશે. ભારત સરકારના સૂત્રોએ આ માહિતી આપી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર PM મોદી આજે મંગળવારે સાંજે પરીક્ષાને ધ્યાનમાં રાખીને બેઠક યોજશે.

Prime Minister Narendra Modi
Prime Minister Narendra Modi

By

Published : Jun 1, 2021, 4:37 PM IST

Updated : Jun 1, 2021, 4:46 PM IST

  • PM મોદી ધોરણ 12 બોર્ડની પરીક્ષા માટે મહત્વપૂર્ણ બેઠક કરશે
  • ભારત સરકારના સૂત્રોએ આપી માહિતી
  • આજે સાંજે મળશે બેઠક

નવી દિલ્હી: ભારત સરકારના સૂત્રોએ જણાવ્યું છે કે, ધોરણ 12ના બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખીને PM મોદી આજે મંગળવારે એક મહત્વપૂર્ણ બેઠકની અધ્યક્ષતા કરશે. સરકારી સૂત્રોએ જણાવ્યું છે કે, PM મોદીને પરીક્ષા યોજવા માટેના તમામ સંભવિત વિકલ્પોની જાણકારી આપવામાં આવશે.

ANIનું ટ્વીટ

આ પણ વાંચોઃ CBSEના વિદ્યાર્થીઓએ ધોરણ 12 બોર્ડની પરીક્ષા રદ્દ કરવા CJIને લખ્યો પત્ર

અગાઉ તમામ રાજ્યોને પરીક્ષા યોજવાની શક્યતાઓ પર વિચાર કરવા કહેવામાં આવ્યું હતું

23 મેના રોજ કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરીયાલ નિશાંકે કહ્યું હતું કે, આજની બેઠક બાદ 12 બોર્ડની પરીક્ષા અંગે રાજ્યો પાસેથી વિગતવાર સૂચનો માંગવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે પરીક્ષા યોજાશે કે રદ થશે તે અંગેનો અંતિમ નિર્ણય ટૂંક સમયમાં લેવામાં આવશે. નિશાંકે કહ્યું હતું કે 1 જૂનના રોજ નિર્ણય લેવામાં આવશે.

આ પણ વાંચોઃ મિત્રને એપ્રિલ ફૂલ બનાવવા બોર્ડની પરીક્ષાઓની તારીખ બદલીને મેસેજ ફરતો કર્યો, ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો

તેમણે કહ્યું હતું કે રાજ્ય સરકારોને 25 મે સુધી વિગતવાર સૂચનો મોકલવા વિનંતી કરવામાં આવી છે.

Last Updated : Jun 1, 2021, 4:46 PM IST

ABOUT THE AUTHOR

...view details