- વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે માનવ સંસાધનની સ્થિતિની સમીક્ષા કરશે
- એક જ દિવસમાં કોરોનાના મહત્તમ 3,92,488 નવા કેસ નોંધાયા
- કોરોના સંક્રમણના કુલ કેસ વધીને 1,95,57,457 થયા
નવી દિલ્હી :વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રવિવારે કોરોનાથી સાથે લડવા માટેે દેશમાં ઉપલ્બધ્ધ માનવ સંસાધનની સ્થિતિની સમીક્ષા કરશે અને તેને કેવી રીતે વધારવી તે અંગે પણ ચર્ચા કરશે.
આ પણ વાંચો : સ્વામીત્વ યોજના હેઠળ વડાપ્રધાન ઇ-પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કર્યું
દેશમાં કોરોના સંક્રમણના કુલ કેસ વધીને 1,95,57,457 થયા
આ બેઠક એવા સમયે થઈ રહી છે. જ્યારે દેશના ઘણા ભાગોમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. આજે રવિવારે એક જ દિવસમાં સર્વાધિક 3,92,488 નવા કેસ નોંધાયા છે. આ સાથે દેશમાં કોરોના સંક્રમણના કુલ કેસ વધીને 1,95,57,457 થયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 3,689 લોકોનાં મોત થયા છે.
આ પણ વાંચો : વડાપ્રધાન મોદી આજે વર્ચુઅલ શિખર સંમેલનનમાં સંબોધન કરશે
વડાપ્રધાને મુખ્ય પ્રધાનો, અધિકારીઓ, ઓક્સિજન ઉત્પાદકો સહિતના અન્ય હોદ્દેદારો સાથે કરી મીટિંગ
દેશમાં કોરાનાની બીજી લહેરને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન સતત મીટિંગો કરી રહ્યા છે. તેમણે મુખ્ય પ્રધાનો, અધિકારીઓ, ઓક્સિજન ઉત્પાદકો સહિતના અન્ય હોદ્દેદારો સાથે મીટિંગ કરી છે. સેનાના સૈન્ય અને વાયુસેનાના વડા પણ વડાપ્રધાનને છેલ્લા કેટલાક દિવસોમાં મળ્યા હતા. જેમાં સશસ્ત્ર દળો દ્વારા કોરોના સામે લડત માટે લેવામાં આવેલા પગલાઓ વિશે તેમને ટૂંકમાં માહિતી આપી હતી.