અમદાવાદ:વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બે દિવસ ગુજરાત એટલે કે માદરે વતન આવ્યા છે. ત્યારે તેઓ અમદાવાદ એરપોર્ટ પર આવ્યા ત્યારે એરપોર્ટથી (Ahmedabad Airport)ભાજપ પ્રદેશ કાર્યાલય(BJP Kamalam) રોડ શો યોજ્યો હતો, જેમાં વડાપ્રધાન મોદીએ કેસરી ટોપી પહેરી હતી, તેના પર કમળનું ચિહ્ન હતું. જે મોદીની ટોપીની ચર્ચા શહેર નહી પણ ગુજરાત અને ભારતમાં થઈ છે.
- નાગા યોદ્ધા ટોપી
2014માં નાગાલેન્ડના કિસામા ગામમાં હોર્નબિલ ઉત્સવના ઉદ્ઘાટન સમારોહ(Hornbill Celebration Battle Ceremony) દરમિયાન પરંપરાગત પોશાકમાં સજ્જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi) નાગા ભાલા અને તલવાર ધારણ કરી હતી. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી નાગાલેન્ડમાં હોર્નબિલ ઉત્સવમાં પરંપરાગત નાગા યોદ્ધા હેડગિયર પહેરે હતી. હોર્બિલ, નાગાલેન્ડમાં સ્થાનિક લોકો દ્વારા ખૂબ વખાણાયેલ પક્ષી છે. આ પરંપરાગત આદિવાસી હેડગિયર્સમાં પ્રતિકાત્મક રીતે ઉપયોગમાં લેવાય છે. આ હેડગિયર્સ શક્તિ અને સ્થિતિનું પ્રતીક માનવામાં આવે છે. તે ફક્ત ત્યારે જ પહેરી શકાય છે જો કોઈએ વારસામાં મેળવેલ હોય અથવા અધિકાર મેળવ્યો હોય. તેમજ નરેન્દ્ર મોદી નાગાલેન્ડના રાજ્યની 51મી વર્ષગાંઠના અવસર પર લોકોને અભિનંદન આપ્યાં હતા.
- કોયત ટોપી
ભારતના મણિપુર રાજ્યમાં મેઇતેઇ લઘુમતી દ્વારા ઉપયોગમાં લેવાતા પરંપરાગત હેડપીસ, કોયેત સાથે મોદી પોશાક પહેરે છે. જે મણિપુર રાજ્યમાં મેઇતેઈ સમુદાય દ્વારા પહેરવામાં આવતી સ્થાનિક ટોપી છે. પૂર્વોત્તર ભારતીય રાજ્ય (Northeastern Indian state)આસામમાં 2014ની સામાન્ય ચૂંટણીઓ પહેલા એક રેલી દરમિયાન મોદીએ તેમના સમર્થકોને સંબોધતા આ પાઘડી પહેરી હતી. પૂર્વોત્તર ભારતીય રાજ્ય આસામમાં 2014ની સામાન્ય ચૂંટણીઓ પહેલા એક રેલી દરમિયાન મોદીએ તેમના સમર્થકોને સંબોધતા આવી પાઘડી પહેરી હતી.
- જામનગરની હાલારી પગડી
PM મોદીએ 2021માં પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં (Republic Day in 2021)હાજરી આપતાં જામનગરની લાલ 'હાલારી પગડી' પહેરી હતી. 'પગડી' એ ગુજરાતના જામનગરના રાજવી પરિવાર(The royal family of Jamnagar, Gujarat) તરફથી વડાપ્રધાનને ભેટ આપવામાં આવી હતી. જે રાજ પરિવારનું પ્રતિક(Symbol of the royal family) પણ છે.
- મરૂન પહારી ટોપી
એક પહારી ટોપી જે ભારતમાં હિમાચલ પ્રદેશ રાજ્યની મુલાકાત લેતા મહેમાનોને આપવામાં આવે છે. આ ટોપીઓ સ્થાનિક આદિવાસીઓની પ્રખ્યાત કલાકૃતિ બની ગઈ છે. રાજ્યના વિવિધ વિસ્તારોનું પ્રતિનિધિત્વ કરતી વિવિધ ડિઝાઇન સાથે લીલા અને મરૂન એવા બે રંગોમાં આવે છે. વડાપ્રધાન મોદી જ્યારે હિમાચલ જાય ત્યારે તેની પરંપરાગત મરુન પહારી ટોપી પહેરે છે.
આ પણ વાંચો:PM Modi Gujarat visit: PM Modi 5 વર્ષ પછી પધાર્યા કમલમ્
- વાંસમાંથી બનેલી જાપી ટોપી