- દર મહિનાના અંતિમ રવિવારે યોજાવામાં આવે છે કાર્યક્રમ
- આ મહિને 'મન કી બાત' એક સપ્તાહ પહેલા થશે પ્રસારિત
- 24 ઓક્ટોબરે સવારે 11 વાગ્યે વડાપ્રધાન કરશે સંબોધન
નવી દિલ્હી: વડાપ્રધાન મોદી માસિક રેડિયો કાર્યક્રમ 'મન કી બાત' અંતર્ગત આજે રવિવારે સવારે 11 વાગ્યે દેશને સંબોધિત કરશે. આજે 'મન કી બાત'નું 82મું સંસ્કરણ હશે. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણી તેમજ દૂરદર્શનના તમામ નેટવર્ક તથા ઓલ ઈન્ડિયા રેડિયો સમાચાર અને મોબાઈલ એપ્લિકેશન દ્વારા પણ કરવામાં આવશે.
સંભવિત વિદેશ મુલાકાતને લઈને કાર્યક્રમમાં ફેરફાર
સામાન્ય રીતે વડાપ્રધાન મોદી અત્યાર સુધી 'મન કી બાત' કાર્યક્રમ અંતર્ગત દર મહિનાના અંતિમ રવિવારે દેશને સંબોધિત કરે છે, પરંતુ આ મહિનાના અંતમાં વડાપ્રધાનની સંભવિત વિદેશ મુલાકાતને ધ્યાનમાં રાખીને કાર્યક્રમ એક અઠવાડિયા પહેલા પ્રસારિત કરવાનું આયોજન કરાયું હોવાનું જાણવા મળ્યું છે.
લોકોને પોતાના વિચારો રજૂ કરવા અપીલ કરી
વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે, "આ મહિને મન કી બાત કાર્યક્રમ 24 તારીખે યોજાશે. હું આપ સૌને આ મહિનાના એપિસોડ માટે પોતાના વિચારો અને મંતવ્યો રજૂ કરવા માટે આમંત્રણ આપું છું. નમો એપ, MyGov.in પર પોતાના વિચારો રજૂ કરી શકો છો અથવા તો પોતાનો સંદેશો રજૂ કરવા માટે 1800-11-7800 ડાયલ કરી શકો છો."