નવી દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 'મન કી બાત' કાર્યક્રમમાં (Man ki baat august 2022) દેશ-વિદેશના લોકો સાથે પોતાના વિચારો શેર કર્યા હતા. આ માસિક કાર્યક્રમનો 92મો એપિસોડ હતો. આ પહેલા 31 જુલાઈના રોજ PM મોદીએ AIRના માસિક રેડિયો કાર્યક્રમની 91મી આવૃત્તિમાં આઝાદીની 75મી વર્ષગાંઠ વિશે દેશવાસીઓ સાથે વાતચીત કરી હતી.
આ પણ વાંચોવડાપ્રધાન નરેન્દ્ર મોદી 09:30 કલાકે કચ્છમાં કરશે રોડ શો
'હર ઘર તિરંગા' અભિયાન આ દરમિયાન PMએ કહ્યું કે, આઝાદીની 75મી વર્ષગાંઠને લઈને 'અમૃત મહોત્સવ' એક જન આંદોલનનું રૂપ લઈ રહ્યું છે અને બધા ક્ષેત્રો અને સમાજના દરેક વર્ગના લોકો તેનાથી સંબંધિત વિવિધ કાર્યક્રમોમાં ભાગ લઈ રહ્યા છે. AIRના માસિક રેડિયો કાર્યક્રમ 'મન કી બાત'ની 91મી આવૃત્તિમાં દેશવાસીઓ સાથે વાર્તાલાપ કરતા વડાપ્રધાને 'હર ઘર તિરંગા' અભિયાનનો ('Har Ghar Tiranga' campaign) ઉલ્લેખ કર્યો અને લોકોને 13 થી 15 ઓગસ્ટ સુધી ઘરોમાં ત્રિરંગો લહેરાવીને આ ચળવળનો ભાગ બનવા વિનંતી કરી હતી.
આ પણ વાંચોકચ્છમાં વડાપ્રધાનના રોડ શો ને લઇને જાણો કયા રસ્તાઓ રહેશે બંધ
યોદ્ધાઓને સલામ કર્યા વડાપ્રધાને તેમના સંબોધનની શરૂઆતમાં આઝાદીની ચળવળમાં બલિદાન આપનાર યોદ્ધાઓને સલામ કરી હતી અને 'અમૃત મહોત્સવ' અભિયાન (Amrit Mohotsav campaign) હેઠળ દેશભરમાં આયોજિત વિવિધ કાર્યક્રમોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું, 'આઝાદી કા અમૃત મહોત્સવ' એક જન આંદોલનનું રૂપ લઈ રહ્યું છે, તે જોઈને મને ખૂબ જ આનંદ થાય છે. તેને લગતા વિવિધ કાર્યક્રમોમાં જીવનના દરેક ક્ષેત્રના અને સમાજના દરેક વર્ગના લોકો ભાગ લઈ રહ્યા છે.