હિમાચલ પ્રદેશ(ઉના): PM મોદી આજે હિમાચલ પ્રવાસ પર છે (PM Modi Himachal Visit). વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના બીજા ઘર હિમાચલ પ્રદેશને ઉનાથી વંદે ભારત ટ્રેન ભેટમાં આપી છે. હિમાચલના ઉના જિલ્લાના અંબ-અંદૌરા સ્ટેશનથી નવી દિલ્હી જતી આ ટ્રેનનું બુકિંગ આવતીકાલ એટલે કે શુક્રવારથી શરૂ થશે. આ ટ્રેનની સ્પીડ 86 કિમી પ્રતિ કલાક હશે. તેનાથી ઉના થી દિલ્હી જતા મુસાફરોને ઘણો ફાયદો થશે. આ ટ્રેન અંબ-અંદૌરાથી 1 વાગ્યે ઉપડશે અને 6.25 વાગ્યે દિલ્હી પહોંચશે. આનંદપુર સાહિબ, અંબાલા અને ચંદીગઢ તેના સ્ટોપેજ સ્ટેશન હશે. આ દેશમાં બનેલી સેમી હાઈ સ્પીડ ટ્રેન છે. (Vande Bharat Express in Himachal) દેશમાં દોડતી આ ચોથી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન (Una to New Delhi Vande Bharat Express) છે. તે અઠવાડિયામાં 6 દિવસ દિલ્હીથી હિમાચલના અંબ અંદૌરા સુધી ચાલશે. આ દરમિયાન આ ટ્રેન દિલ્હીથી હરિયાણાના અંબાલા, પછી ચંદીગઢ અને ઉના થઈને હિમાચલના અંબ અંદૌરા સુધી દોડશે. વડા પ્રધાન ચંબાના ચૌગાન મેદાનમાં એક ભવ્ય રેલીને સંબોધિત કરશે. (Rally in Chamba)
વડાપ્રધાને ઉના ખાતે વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપી - દેશની સૌથી ઝડપી ટ્રેન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના બીજા ઘર હિમાચલ પ્રદેશને વંદે ભારત ટ્રેનની ભેટ આપી છે. આજે પીએમ મોદીએ ઉનાથી વંદે ભારતને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. હિમાચલના ઉના જીલ્લાના અંબ-અંદૌરા સ્ટેશનથી નવી દિલ્હી જતી આ ટ્રેનનું બુકિંગ આવતીકાલ એટલે કે શુક્રવારથી શરૂ થશે. (Vande Bharat Express in Himachal)
એન્જિન વિનાની T-18 અથવા વંદે ભારત એક્સપ્રેસ: દેશની પ્રથમ સેમી-બુલેટ અથવા સેમી-હાઈ સ્પીડ ટ્રેનનું નામ T-18 હતું, જેનું નામ બદલીને વંદે ભારત એક્સપ્રેસ રાખવામાં આવ્યું હતું. ચેન્નાઈની ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરીમાં બનેલી આ 16 કોચની ટ્રેન દેશની સૌથી અત્યાધુનિક ટ્રેન છે. આ ટ્રેન એન્જિન વગર પાટા પર ચાલે છે, જે તમે મેટ્રો ટ્રેનમાં જોઈ જ હશે. પહેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દિલ્હી અને વારાણસી વચ્ચે 15 ફેબ્રુઆરી 2019ના રોજ ચલાવવામાં આવી હતી. આ ટ્રેનની સ્પીડ 180 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. (Made in India Train) (Vande Bharat Express Speed) (Features of Vande Bharat Express)
વંદે ભારતની વિશેષતા: વર્ષ 2019માં શરૂ થયેલી વંદે ભારત એક્સપ્રેસની સ્પીડ તેની પ્રથમ વિશેષતા છે. આ ટ્રેન 50 થી 55 સેકન્ડમાં 0 થી 100 kmphની સ્પીડ પકડી લે છે, અને તેની મહત્તમ સ્પીડ 180 પ્રતિ કલાક છે. આ દેશની સૌથી ઝડપી ટ્રેન છે, તેથી તેને ભારતની બુલેટ પણ કહી શકાય. આ સ્પીડના કારણે મુસાફરો 25 થી 45 ટકા ઓછા સમયમાં તેમના ગંતવ્ય સ્થાને પહોંચી શકશે. પરંતુ સ્પીડ સિવાય પણ આ ટ્રેનની ઘણી વિશેષતાઓ છે. (Vande Bharat Express Features)