ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જલ જીવન મિશન મોબાઈલ એપ્લિકેશન લોન્ચ, વડાપ્રધાન મોદીએ કહ્યું - 5 કરોડ ઘર પાણીના કનેક્શનથી જોડાયા - પ કરોડ ઘર પાણીના કનેક્શનથી જોડાયા

રાષ્ટ્રીય જલ જીવન કોષ અંતર્ગત ગ્રાહીણ વિસ્તારોના ઘરો, શાળાઓ અને આંગણવાડી કેન્દ્રોમાં પાણીનો જથ્થો સુનિશ્ચિત કરવામાં આવશે અને નળ લગાવવામાં આવશે. આ કોષમાં કોઈપણ વ્યક્તિ, સંસ્થાન, કંપની કે NGO દાન કરી શકે છે.

જલ જીવન મિશન મોબાઈલ એપ્લિકેશન લોન્ચ, વડાપ્રધાન મોદીએ કહ્યું - પ કરોડ ઘર પાણીના કનેક્શનથી જોડાયા
જલ જીવન મિશન મોબાઈલ એપ્લિકેશન લોન્ચ, વડાપ્રધાન મોદીએ કહ્યું - પ કરોડ ઘર પાણીના કનેક્શનથી જોડાયા

By

Published : Oct 2, 2021, 1:08 PM IST

  • જલ જીવન મિશન મોબાઈલ એપ્લિકેશન લોન્ચ
  • ગ્રામ પંચાયતો અને પાણી સમિતિઓ સાથે વર્ચ્યુઅલ માધ્યમથી સંવાદ કર્યો હતો
  • પ કરોડ ઘર પાણીના કનેક્શનથી જોડાયા

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે શનિવારે જલ જીવન મિશનની મોબાઈલ એપ્લિકેશન અને રાષ્ટ્રીય જલ જીવન કોષ લોન્ચ કર્યું છે. આ દરમિયાન તેમણે ગ્રામ પંચાયતો અને પાણી સમિતિઓ સાથે વર્ચ્યુઅલ માધ્યમથી સંવાદ પણ કર્યો હતો. રાષ્ટ્રીય જલ જીવન કોષ અંતર્ગત ગ્રામીણ વિસ્તારોમાં ઘરો, શાળાઓ અને આંગણવાડી કેન્દ્રો પાણીની સુનિશ્ચિતતા કરાવવામાં આવશે અને નળ લગાવવામાં આવશે. આ કોષમાં કોઈ પણ વ્યક્તિ. સંસ્થાન , કે પછી કોઈ વ્યક્તિ દાન કરી શકે છે.

PM નું સંબોધન

તેમણે સંવાદ દરમિયાન કહ્યું હતું કે, જલ જીવન મિશનનો વિઝન માત્ર લોકો સુધી પાણી પહોંચાડવાનું જ નહીં, પરંતુ તે વિકેન્દ્રીકરણ માટેની પણ મુહિમ છે. તેનો મુખ્ય આધાર જનઆંદોલન અને જનભાગીદારી છે. વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું હતું કે, બાપુના સપના સાકાર કરવા માટે દેશવાસીઓએ સતત પરિશ્રમ કર્યા છે. આજે દેશના તમામ શહેરો અને ગામ સ્વચ્છ થઈ રહ્યા છે. અંદાજે 2 લાખ ગામોએ પોતાને ત્યાં કચરો પ્રબંધન કરવાનું શરૂ કરી દીધું છે.

આ પણ વાંચો : Corona Update : દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 24,354 નવા કેસ નોંધાયા, 234 લોકોના મૃત્યુ

આ પણ વાંચો : ખેડૂત આંદોલન પર સુપ્રીમ કોર્ટનું આકરું વલણ, કહ્યું - તમે શહેરનું ગળું દબાવી રહ્યા છો

ABOUT THE AUTHOR

...view details