નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે 'પ્રવાસી ભારતીય દિવસ' (PM Modi On Pravasi Bharatiya Divas) પર ભારતીય ડાયસ્પોરાની પ્રશંસા કરી (PM Modi lauds Indian diaspora) છે. તેમણે કહ્યું કે, સમુદાયે સમગ્ર વિશ્વમાં પોતાને અલગ પાડ્યા છે અને વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે.
મહાત્મા ગાંધી 9 જાન્યુઆરી 1915એ દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફર્યા હતા
ભારતના વિકાસમાં વિદેશી ભારતીય સમુદાયના યોગદાનને ચિહ્નિત કરવા દર વર્ષે 9 જાન્યુઆરીએ પ્રવાસી ભારતીય દિવસ મનાવવામાં આવે છે. 9 જાન્યુઆરી 1915ના મહાત્મા ગાંધી તેમના સ્વતંત્રતા સંગ્રામનું નેતૃત્વ કરવા દક્ષિણ આફ્રિકાથી ભારત પરત (Mahatma Gandhi returned to India) ફર્યા હતા.