નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી બંને રાજ્યોમાં અનેક વિકાસ યોજનાઓના ઉદ્ઘાટન અને શિલાન્યાસ માટે મંગળવારે મણિપુર અને ત્રિપુરાની મુલાકાતે(PM Modi is visiting Manipur Tripura) છે. આ દરમિયાન વડાપ્રધાને ઇમ્ફાલમાં ર4,800 કરોડના 22 પ્રોજેક્ટ્સનું લોકાર્પણ(PM Narendra Modi Launches 22 Projects in Manipur) કર્યું. જ્યારે, અગરતલામાં મહારાજા બીર બિક્રમ એરપોર્ટ પર નવા સંકલિત ટર્મિનલ બિલ્ડીંગનું ઉદ્ઘાટન કરશે અને બે મહત્વપૂર્ણ વિકાસ યોજનાઓ(Dedication of PM Modi development schemes) પણ લોંચ કરશે.
મણિપુરમાં 13 યોજનાઓનું ઉદ્ઘાટન
મણિપુરમાં, વડાપ્રધાન મોદીએ 1,850 કરોડના 13 પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું અને 2,950 કરોડના નવ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો. આ પ્રોજેક્ટ રોડ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પીવાના પાણીનો પુરવઠો, આરોગ્ય, શહેરી વિકાસ, આવાસ, માહિતી ટેકનોલોજી, કૌશલ્ય વિકાસ અને કળા અને સંસ્કૃતિ સહિતના વિવિધ ક્ષેત્રો સાથે સંબંધિત છે.
પાંચ રાષ્ટ્રીય ધોરીમાર્ગોના પ્રોજેક્ટનો શિલાન્યાસ
કનેક્ટિવિટી સુધારવા માટે દેશભરમાં ચાલી રહેલા પ્રોજેક્ટ્સની જેમ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 1,700 કરોડથી વધુના ખર્ચે બાંધવામાં આવનાર પાંચ રાષ્ટ્રીય ધોરીમાર્ગોના પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો. અન્ય મહત્વનો પ્રોજેક્ટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ-37 પર બરાક નદી પર 75 કરોડના ખર્ચે બનેલો સ્ટીલ પુલ છે, જે ઇમ્ફાલથી સિલચર સુધીની કનેક્ટિવિટી વધારશે. વડાપ્રધાને આ પુલનું ઉદ્ઘાટન પણ કર્યું હતું.
વડાપ્રધાન મોદી દ્રારા વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન
વડાપ્રધાને મણિપુરના લોકોને આશરે 1,100 કરોડના ખર્ચે બાંધવામાં આવેલા 2,387 મોબાઈલ ટાવર પણ સમર્પિત કર્યા, જેનાથી મોબાઈલ કનેક્ટિવિટીમાં સુધારો થશે. PMOએ જણાવ્યું હતું કે પીવાના પાણીના પુરવઠાની યોજનાઓનું ઉદ્ઘાટન મોદીની કવાયતના ભાગરૂપે દરેક ઘર સુધી પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવાની કવાયતના ભાગરૂપે કરવામાં આવ્યું હતું. તેમાં થોબલ બહુહેતુક પ્રોજેક્ટની(PM Modi projects in Manipur) 280 કરોડની વોટર ટ્રાન્સમિશન સિસ્ટમનો સમાવેશ થાય છે. અન્ય એક પ્રોજેક્ટમાં તામેંગલોંગ જિલ્લાના 10 વિસ્તારોના રહેવાસીઓને પીવાનું શુદ્ધ પાણી મળશે અને તેની કિંમત 65 કરોડ છે. વડાપ્રધાને 51 કરોડના ખર્ચે 'સેનાપતિ જિલ્લા મુખ્યાલય પાણી પુરવઠા યોજના'નું પણ ઉદ્ઘાટન કર્યું હતું.