ગુજરાત

gujarat

ETV Bharat / bharat

PM Modi Talk with BJP Workers: વડાપ્રધાને ગુજરાત ભાજપના પેજ સમિતિના કાર્યકર્તાઓ સાથે કર્યો સંવાદ, મુખ્યપ્રધાન અને પાટીલ જોડાયા - નમો એપ પર વડાપ્રધાન સાથે સંવાદ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગુજરાત ભાજપની પેજ સમિતિના કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો (PM Modi interacts with Gujarat BJP Page Committee Workers) હતો. આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને સક્રિય બન્યા (PM Modi became active for Gujarat Assembly elections) છે.વડાપ્રધાને વિવિધ મુદ્દે વાત કરી હતી.

PM Modiએ ગુજરાત ભાજપના પેજ સમિતિના કાર્યકર્તાઓ સાથે કર્યો સંવાદ, ગુજરાત વિધાનસભા ચૂંટણી અંગે વડાપ્રધાન થયા સક્રિય
PM Modiએ ગુજરાત ભાજપના પેજ સમિતિના કાર્યકર્તાઓ સાથે કર્યો સંવાદ, ગુજરાત વિધાનસભા ચૂંટણી અંગે વડાપ્રધાન થયા સક્રિય

By

Published : Jan 25, 2022, 12:16 PM IST

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંગે સક્રિય થયા (PM Modi became active for Gujarat Assembly elections) છે. ત્યારે વડાપ્રધાને આજે ગુજરાત ભાજપની પેજ સમિતિના કાર્યકર્તાઓ સાથે નમો એપના માધ્યમથી સંવાદ (PM Modi interacts with Gujarat BJP Page Committee Workers) કર્યો હતો.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ નમો એપના માધ્યમથી વડાપ્રધાનના આ સંવાદમાં જોડાયા

આ પણ વાંચો-India Gate Subhash Chandra Bose: ઇન્ડિયા ગેટ પર નેતાજીની હોલોગ્રામ પ્રતિમા PM મોદીએ રાષ્ટ્રને સમર્પિત કરી

વડાપ્રધાને કાર્યકર્તાઓની કામગીરી અંગે માહિતી મેળવી

વડાપ્રધાને જણાવ્યું હતું કે, આજે મહિલા મતદાતાઓની સંખ્યા વધી છે. ઈવીએમની મદદથી થોડા જ કલાકમાં ચૂંટણીનું પરિણામ આવી જાય છે. સાથે જ વડાપ્રધાને ભાજપના કાર્યકર્તાઓ સાથે સંવાદ કરી તેમની (PM Modi interacts with Gujarat BJP Page Committee Workers) કામગીરી અંગે માહિતી મેળવી હતી. તો મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ પણ નમો એપના માધ્યમથી (PM Talks on NAMO App) વડાપ્રધાનના આ સંવાદમાં જોડાયા હતા.

આ પણ વાંચો-PM Modi to interact with Bal Puraskar awardees : પ્રથમવાર નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી બાલવીર પુરસ્કાર એનાયત થયાં

વડાપ્રધાને કોરોના રસીકરણનો પણ કર્યો ઉલ્લેખ

વડાપ્રધાને આ સંવાદ દરમિયાન કોરોનાની વર્તમાન સ્થિતિ અને કોરોના રસીકરણ (PM Modi on Corona Vaccination) અંગે પણ વાત કરી હતી. સાથે જ તેમણે જણાવ્યું હતું કે, દરેક લોકોએ વન નેશન, વન ઈલેક્શન પર ચર્ચા થવી જોઈએ. વડાપ્રધાને સુરતના પેજ પ્રમુખ, વડોદરાના ભાજપ અગ્રણી, મહીસાગરના કાર્યકર્તા (PM Modi interacts with Gujarat BJP Page Committee Workers) અને અમદાવાદના દરિયાપુર વોર્ડના કાર્યકર્તા સાથે વાતચીત કરી હતી. આ વાતચીત દરમિયાન વડાપ્રધાને ટેકનોલોજીના યોગ્ય ઉપયોગ બદલ ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલના વખાણ કર્યા હતા.

મારી પહેલી ઓળખ કાર્યકર્તાની છેઃ વડાપ્રધાન

વડાપ્રધાને સંવાદ દરમિયાન જણાવ્યું હતું કે, ભાજપ જ એક એવી પાર્ટી છે, જે પોતાના કાર્યકર્તાઓને એ સંદેશ આપે છે કે, પહેલા દેશ પછી પક્ષ. પેજ પ્રમુખે તેમના પેજ પર આવતા તમામ પરિવારો સાથે સારો સંબંધ હોવો જોઈએ. પેજ હેઠળ આવતા તમામ પરિવારોને નામથી ઓળખવા જોઈએ. સાથે જ વડાપ્રધાને પોતાને પણ એક સેવક અને પાર્ટીના કાર્યકર્તા ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, મારી પહેલી ઓળખ ભાજપના કાર્યકર્તા તરીકેની છે.

ABOUT THE AUTHOR

...view details