- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના (Pradhan Mantri Garib Kalyan Anna Yojana) લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો
- વડાપ્રધાને ગુજરાતમાં આ યોજનાના લાભાર્થીઓ સાથે ગુજરાતીમાં સંવાદ કરી તેમનો અનુભવ જાણ્યો
- રાજકોટે મને પહેલી વખત ધારાસભ્ય બનાવ્યો હતો એટલે હું રાજકોટનું ઋણ ન ભૂલી શકુંઃ વડાપ્રધાન
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) આજે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના (Pradhan Mantri Garib Kalyan Anna Yojana) લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. તો તાપીના ડોલવણ તાલુકાના ગડત ગામના આ યોજનાના લાભાર્થી સાથે પણ વડાપ્રધાને સંવાદ કર્યો હતો. આ ઉપરાંત વડાપ્રધાને રાજકોટમાં અન્નપૂર્ણા યોજનાની લાભાર્થી મહિલાઓ સાથે પણ વાતચીત કરી હતી. આ સાથે જ વડાપ્રધાને લાભાર્થી નયનાબેન જોશી સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, રાજકોટે મને પહેલી વખત ધારાસભ્ય બનાવ્યો હતો એટલે હું રાજકોટનું ઋણ ન ભૂલી શકું.
આ પણ વાંચો-PM Modi 9 ઓગસ્ટે UNSCની બેઠકની અધ્યક્ષતા કરશે
આ યોજનાનો ઉદ્દેશ છે કે, કોઈ પણ ગરીબ વ્યક્તિ ભૂખ્યો ન સુવે
વડાપ્રધાને ગુજરાતના લાભાર્થીઓ સાથે વાતચીત કરતા સમયે અન્ન યોજનાની વિશેષતા અંગે જણાવ્યું હતું. આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે, આ યોજનાનો એવો પ્રયાસ છે કે, કોઈ પણ ગરીબ ભૂખ્યો ન સુવે. આ ઉપરાંત વડાપ્રધાને રાજ્યમાં કોરોના વાઈરસની સ્થિતિ (Situation of Corona Virus) અને રસીકરણના (Vaccination) આંકડાની પણ ચર્ચા કરી હતી. તો લોકોને ભીડમાં ન જવા માટે પણ વડાપ્રધાને અપીલ કરી હતી.