નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા વિવિધ જિલ્લાના DM સાથે વાતચીત (PM Modi Interaction With DMs) કરતી વખતે કહ્યું હતું કે, જનભાગીદારીથી વધુ સારા પરિણામો આવે છે. તેમણે કહ્યું કે, જ્યારે બીજાના સપના પૂરા કરવા એ પોતાની સફળતાનું માપદંડ બની જાય, ત્યારે તે કર્તવ્ય માર્ગ ઇતિહાસ રચે છે. આજે આપણે દેશના મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં આ ઈતિહાસ રચાતા જોઈ રહ્યા છીએ. આજે, મહત્વાકાંક્ષી જિલ્લાઓ દેશની પ્રગતિના અવરોધોને દૂર કરી રહ્યા છે.
મૌન ક્રાંતિનો સાક્ષી બની રહ્યો છે દેશ
PM મોદીએ કહ્યું કે, તમારા બધાના પ્રયાસોથી મહત્વાકાંક્ષી જિલ્લાઓ ગતિરોધકને બદલે ગતિવર્ધક બની રહ્યા છે. જે જિલ્લાઓ એક સમયે ઝડપી પ્રગતિ કરી રહ્યા હોવાનું માનવામાં આવતું હતું, આજે આ મહત્વાકાંક્ષી જિલ્લાઓ પણ ઘણા માપદંડોમાં સારી કામગીરી દર્શાવે છે. તેમણે કહ્યું કે, દેશ ડિજિટલ ઈન્ડિયાના રૂપમાં મૌન ક્રાંતિ (Digital India Revolution)નો સાક્ષી બની રહ્યો છે. આમાં આપણો કોઈપણ જિલ્લો (Development in Districts of India) પાછળ ન રહેવો જોઈએ.
ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર દરેક ગામ સુધી પહોંચે તે જરૂરી
PM મોદીએ જણાવ્યું કે, તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર (Digital infrastructure In Villages Of India) આપણા દરેક ગામ સુધી પહોંચે, સેવાઓ અને સુવિધાઓની ડોર સ્ટેપ ડિલિવરીનું માધ્યમ બને. બીજો અભિગમ એ હતો કે, મહત્વાકાંક્ષી જિલ્લાઓના અનુભવોના આધારે અમે કાર્યશૈલીમાં સતત સુધારો કર્યો. અમે કાર્યની આવી પદ્ધતિ નક્કી કરી છે, જેમાં માપી શકાય તેવા સૂચકઆંકોની પસંદગી છે. મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં દેશનો પ્રથમ અભિગમ એ હતો કે, આ જિલ્લાઓની મૂળભૂત સમસ્યાઓને ઓળખવા માટે વિશેષ કાર્ય કરવામાં આવ્યું હતું. આ માટે લોકોને તેમની સમસ્યાઓ વિશે પૂછવામાં આવ્યું, તેમની સાથે જોડાયા.