- ગોવાના સ્વાસ્થ્ય કર્મચારીઓ સાથે પીએમ મોદીની વાતચીત
- વિડીયો કૉન્ફરન્સ દ્વારા કરી વાતચીત, રસીકરણના લાભાર્થીઓ સાથે પણ કર્યો સંવાદ
- ગોવામાં રસીનો પહેલો ડોઝ 100 ટકા અપાયો, 42 ટકાને બીજો ડોઝ અપાયો
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગોવાના સ્વાસ્થ્ય કર્મચારીઓ અને રસીકરણના લાભાર્થીઓની સાથે વિડીયો કૉન્ફરન્સના માધ્યમથી સંવાદ કરી રહ્યા છે. આ પ્રસંગે ગોવાના સીએમ પ્રમોદ સાવંત પણ ઉપસ્થિત છે.
વેક્સિનનો પહેલો ડોઝ 100 ટકા પૂર્ણ
ગોવાના મુખ્યપ્રધાન પ્રમોદ સાવંતે કહ્યું કે, "અમે કોવિડ વેક્સિનના પહેલા ડોઝને 100 ટકા પૂર્ણ કર્યો છે. તમારા અને કેન્દ્ર સરકાર તરફથી સહયોગ મળ્યો એ કારણે અમે આ કરી શક્યા." તેમણે કહ્યું કે, "અમે લગભગ 42 ટકા કોવિડ વેક્સિનનો બીજો ડોઝ અત્યાર સુધી આપ્યો છે. અમે વેક્સિનનો બગાડ બિલકુલ પણ નથી કર્યો." આ પહેલા પીએમઓએ એક નિવેદનમાં જણાવ્યું કે, વડાપ્રધાન વિડીયો કૉન્ફરન્સના માધ્યમથી ગોવાના લોકો સાથે સંવાદ કરશે.
રાજ્ય સરકારના પ્રયત્નોથી રસીકરણ સફળ: PMO