નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi Instructed To Recruit 10 Lakh People) તમામ વિભાગો અને મંત્રાલયોમાં માનવ સંસાધન સ્થિતિની સમીક્ષા કરી અને નિર્દેશ આપ્યો કે, સરકારે આગામી 1.5 વર્ષમાં મિશન મોડમાં 10 લાખ લોકોની ભરતી કરવી જોઈએ. પીએમઓએ આ જાણકારી આપી છે.
આ પણ વાંચો:National Herald Case : રાહુલ ગાંધીની આજે ફરી પૂછપરછ થશે
સરકારે આગામી 17 મહિનામાં 10 લાખ ભરતી કરવાનું નક્કી કર્યું : બેરોજગારીના મુદ્દે વિપક્ષ સતત સરકાર પર નિશાન સાધી રહ્યું છે. આ દરમિયાન એક મોટા સમાચાર સામે આવ્યા છે. સરકારે આગામી 17 મહિનામાં 10 લાખ ભરતી કરવાનું નક્કી કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિવિધ સરકારી વિભાગો અને મંત્રાલયોને આગામી 17 મહિનામાં મિશન મોડ પર 10 લાખ લોકોની ભરતી કરવા જણાવ્યું છે. વડાપ્રધાન કાર્યાલય (PMO)એ કહ્યું કે, મોદીએ તમામ સરકારી વિભાગો અને મંત્રાલયોમાં માનવ સંસાધનની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ આ નિર્દેશ આપ્યો છે.
મિશન મોડમાં 10 લાખ લોકોની ભરતી કરવી જોઈએ : સરકારનો આ નિર્ણય બેરોજગારીના મુદ્દે વિપક્ષની સતત ટીકા વચ્ચે આવ્યો છે. વિવિધ સરકારી ક્ષેત્રોમાં મોટી સંખ્યામાં ખાલી જગ્યાઓ બહાર પાડવામાં આવી છે. PMOએ એક ટ્વિટમાં કહ્યું, 'PM નરેન્દ્ર મોદીએ તમામ વિભાગો અને મંત્રાલયોમાં માનવ સંસાધનની સ્થિતિની સમીક્ષા કરી અને નિર્દેશ આપ્યો કે સરકારે આગામી 1.5 વર્ષમાં મિશન મોડમાં 10 લાખ લોકોની ભરતી કરવી જોઈએ.'
આ પણ વાંચો:IIT મદ્રાસના પ્રો. ટી. પ્રદીપની PSIPWની 10મી આવૃત્તિના વિજેતા તરીકે પસંદગી કરાઈ