ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઓસ્ટ્રેલિયાએ 29 મૂલ્યવાન પ્રાચીન કલાકૃતિઓ પરત કરી, પીએમ મોદીએ કર્યું નિરીક્ષણ - PM Modi inspects 29 ancient artefacts

ભારત સરકારની પહેલ પર ઓસ્ટ્રેલિયાની કૈનબરા આર્ટ ગેલેરીએ(Canberra Art Gallery of Australia) ભારત સાથે સંબંધિત 29 પ્રાચીન કલાકૃતિઓ પરત(Return of 29 ancient artifacts of India) કરી છે. આ તમામ પ્રાચીન કલાકૃતિઓને ગેરકાયદેસર રીતે ભારતની બહાર લઈ જવામાં આવ્યા હતા. પીએમ મોદીએ આ કલાકૃતિઓનું નિરીક્ષણ(PM Modi inspects 29 ancient artefacts) કર્યું હતું.

ઓસ્ટ્રેલિયાએ 29 મૂલ્યવાન આર્ટવર્ક પરત કર્યા, પીએમ મોદીએ કર્યું નિરીક્ષણ
ઓસ્ટ્રેલિયાએ 29 મૂલ્યવાન આર્ટવર્ક પરત કર્યા, પીએમ મોદીએ કર્યું નિરીક્ષણ

By

Published : Mar 21, 2022, 2:26 PM IST

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયાથી લાવવામાં આવેલી 29 પ્રાચીન કલાકૃતિઓનું નિરીક્ષણ(PM Modi inspects 29 ancient artefacts) કર્યું હતુ. ભારતીય ઈતિહાસ(Indian History) સાથે સંબંધિત આ પુરાતત્વીય અવશેષો વર્ષો પહેલા દાણચોરો દ્વારા દેશની બહાર મોકલવામાં આવ્યા હતા. સરકારના હસ્તક્ષેપ બાદ આ પ્રાચીન કલાકૃતિઓને ભારત પરત લાવવામાં આવી છે.

ઓસ્ટ્રેલિયાએ 29 મૂલ્યવાન આર્ટવર્ક પરત કર્યા, પીએમ મોદીએ કર્યું નિરીક્ષણ

આ પણ વાંચો:ASSEMBLY ELECTION RESULTS 2022: પીએમ મોદી બીજેપી હેડક્વાર્ટર ખાતે પાર્ટી કાર્યકર્તાઓને સંબોધ્યા

શિલ્પો 6 વ્યાપક શ્રેણીઓમાં છે:પીએમઓ પાસેથી મળેલી માહિતી અનુસાર આ પ્રાચીન શિલ્પો 6 વ્યાપક શ્રેણીઓમાં છે. શિવ અને તેમના શિષ્યો, શક્તિની ઉપાસના, ભગવાન વિષ્ણુ અને તેમના સ્વરૂપો, જૈન પરંપરાઓ, ચિત્રો અને સુશોભન વસ્તુઓ. તેને રેતાળ પથ્થર, આરસ, કાંસુ અને પિત્તળમાંથી બનાવવામાં આવે છે. તેમાં કાગળ પર બનાવેલા ચિત્રોનો પણ સમાવેશ થાય છે. આ પ્રાચીન અવશેષો રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, તેલંગાણા અને પશ્ચિમ બંગાળના છે.

ઓસ્ટ્રેલિયાએ 29 મૂલ્યવાન આર્ટવર્ક પરત કર્યા, પીએમ મોદીએ કર્યું નિરીક્ષણ

કલાકૃતિઓને મૂળ દેશમાં પરત કરવાની સાંસ્કૃતિક જવાબદારી:ગયા વર્ષે જુલાઈમાં ભારત સરકારની પહેલ બાદ ઓસ્ટ્રેલિયાએ આર્ટવર્ક ભારતને પરત કરવાનો નિર્ણય લીધો હતો. ઓસ્ટ્રેલિયાની કૈનબરા આર્ટ ગેલેરીએ ભારતમાંથી ચોરાયેલી કલાકૃતિઓની ઓળખ કરી હતી. ત્યારબાદ ગેલેરીના ડિરેક્ટરે કહ્યું હતું કે, ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચેના સહકારના પરિણામે કલાકૃતિઓને મૂળ દેશમાં પરત કરવાની સાંસ્કૃતિક જવાબદારી છે. અમે ભારત સરકારના તેમના સહકાર માટે આભારી છીએ અને અમને આનંદ છે કે આ સાંસ્કૃતિક રીતે મહત્વપૂર્ણ વસ્તુઓ હવે પરત કરી શકાશે.

આ પણ વાંચો:IPUની 144મી કોન્ફરન્સમાં પૂનમબેન માડમ કરશે ભારતનું નેતૃત્વ

તમિલનાડુના મંદિરોમાંથી ચોરાયેલ:2014માં પણ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન ટોની એબોટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હિન્દુ દેવી-દેવતાઓની બે પ્રાચીન મૂર્તિઓ સોંપી હતી, જે તમિલનાડુના મંદિરોમાંથી ચોરાઈ હતી.

ABOUT THE AUTHOR

...view details