- મોદી પ્રધાનમંડળમાં વધુ 7 મહિલાઓને મળ્યુ સ્થાન
- પહેલાથી જ 4 મહિલાઓ મોદી પ્રધાનમંડળમાં હતા
- હાલ મોદી પ્રધાનમંડળમાં 11 મહિલા પ્રધાનો
હૈદરાબાદ: કેન્દ્રીય પ્રધાનમંડળના વિસ્તરણ (Expansion of the Cabinet) માં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા બુધવારે 43 પ્રધાનોને પદ અને ગુપ્તતાના શપથ અપાયા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI) એ તેમના પ્રધાનમંડળના વિસ્તરણમાં સાત મહિલા સાંસદોને સ્થાન આપ્યું છે. આમાં દર્શના વિક્રમ જર્દોષ, મીનાક્ષી લેખી, અનુપ્રિયા પટેલ, શોભા કરંડલજે, ડો.ભારતી પ્રવીણ પવાર, અન્નપૂર્ણા દેવી અને પ્રતિમા ભૂમિકના નામ શામેલ છે.
આ પહેલા ટીમ મોદી પાસે માત્ર 4 મહિલા પ્રધાનો હતા. જેમાં નિર્મલા સીતારમણ, સ્મૃતિ ઈરાની, સાધ્વી નિરંજન જ્યોતિ અને રેણુકા સિંહ શામેલ છે. 7 મહિલા પ્રધાનોના શપથ લીધા બાદ મોદી કેબિનેટમાં મહિલા પ્રધાનોની કુલ સંખ્યા 11 થઈ ગઈ છે.
- દર્શના વિક્રમ જર્દોષ
ગુજરાતના સુરતનાં સાંસદ દર્શના વિક્રમ જરદોષ પણ વડાપ્રધાન મોદીની ટીમમાં બીજી મહિલા પ્રધાન છે. તેઓ વર્ષ 2009 થી સતત ત્રીજી વખત સાંસદ છે. આ સમય દરમિયાન તેમણે ઉદ્યોગથી લઈને રસાયણો, માહિતી તકનીક સહિતના અનેક મંત્રાલયોની સમિતિના સભ્ય તરીકે પણ કામ કર્યું છે. નોંધપાત્ર વાત એ છે કે, 2022 ના અંતમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ પણ યોજાવાની છે.
1988 થી પાર્ટી સાથે સંકળાયેલા દર્શના વિક્રમ, ગુજરાત ભાજપ મહિલા મોરચાના મહામંત્રી તરીકે સભ્ય છે. આ પહેલા તે એક એક્ઝિક્યુટિવ સભ્ય, ઉપપ્રમુખ, જનરલ સેક્રેટરી અને સુરત ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ રહી ચૂક્યા છે. અર્થશાસ્ત્ર અને બેંકિંગમાં બી.કોમ.નો અભ્યાસ કર્યો છે.
- ડૉ.ભારતી પ્રવીણ પવાર
ભારતી પ્રવીણ મહારાષ્ટ્રના ડિંડોરીથી લોકસભાના સાંસદ છે. તે અનુસૂચિત જનજાતિ સમુદાયમાંથી આવે છે. વ્યવસાયે ડૉક્ટર ભારતી પ્રવીણ પવારને ડિસેમ્બર 2019 માં સર્વશ્રેષ્ઠ મહિલા સંસદના પદકથી નવાજવામાં આવ્યા હતા.
તે 2012 થી 2019 દરમિયાન જિલ્લા પરિષદના સભ્ય હતા. ડૉ ભારતી પ્રવીણ પવારને વર્ષ 2019 ની લોકસભાની ચૂંટણીમાં ડિંડોરી લોકસભા બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. ભારતી પવાર પહેલીવાર સંસદ પહોંચ્યા, કૌશલ વિકાસ અને ઉદ્યમ મંત્રાલયની સલાહકાર સમિતિના સભ્ય પણ છે.
- અનુપ્રિયા પટેલ
અનુપ્રિયા પટેલ અપના દળ પાર્ટીના પ્રમુખ છે. તે મિર્ઝાપુરના સાંસદ છે. યુપીમાં આવતા વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને અનુપ્રિયા પટેલને સ્થાન આપવામાં આવ્યું છે. તે પછાત વર્ગની છે અને યુપીમાં પછાત વર્ગોની નોંધપાત્ર વોટ બેંક છે. યુપીની મિર્ઝાપુર લોકસભા બેઠક પરથી તેઓ સતત બીજી વખત સાંસદ છે, તેઓ એક વખત ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે.
28 એપ્રિલ 1981 ના રોજ કાનપુરમાં જન્મેલા, અનુપ્રિયાએ મનોવિજ્ઞાનમાં પી.જી.ની ડીગ્રી મેળવી છે. અનુપ્રિયા જ્યારે તેની માતા કૃષ્ણા પટેલ સાથે પાર્ટીમાં ઝઘડો થયો ત્યારે તે ચર્ચામાં આવી હતી. આ પાર્ટીની સ્થાપના તેમના પિતા સોનેલાલ પટેલે કરી હતી.
- મીનાક્ષી લેખી
મીનાક્ષી લેખી ૨૦૧૦ માં ભાજપમાં જોડાયા, દિલ્હી લોકસભા મત વિસ્તારથી 2014 પછી 2019માં પણ સંસદ પહોંચ્યા હતા. આ પહેલા તે ભાજપના મહિલા મોરચાના ઉપપ્રમુખ હતા. મીનાક્ષી લેખીએ પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તાની જવાબદારી પણ સંભાળી છે. તે વડાપ્રધાન મોદીની તરફેણમાં સોશિયલ મીડિયા પર સતત સક્રિય રહે છે.