ગુજરાત

gujarat

ETV Bharat / bharat

PM Modi Inauguration in Somnath: PM Modiએ સોમનાથમાં નવા સર્કિટ હાઉસનું ઉદ્ઘાટન કર્યું - વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ સભા સંબોધન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સોમનાથમાં (PM Modi Inauguration in Somnath) નવા સર્કિટ હાઉસનું ઉદ્ઘાટન (PM Modi inaugurates New Circuit House in Somnath) કર્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાને કહ્યું હતું કે, વિશ્વના અનેક દેશો અંગે સાંભળીએ છીએ કે, તેમની અર્થવ્યવસ્થામાં પ્રવાસનનું યોગદાન (Contribution of Tourism in Economy) મોટું છે. આપણે ત્યાં પણ દરેક રાજ્યમાં દરેક ક્ષેત્રમાં આવી જ સંભાવનાઓ છે.

PM Modi Inauguration in Somnath: PM Modiએ સોમનાથમાં નવા સર્કિટ હાઉસનું ઉદ્ઘાટન કર્યું
PM Modi Inauguration in Somnath: PM Modiએ સોમનાથમાં નવા સર્કિટ હાઉસનું ઉદ્ઘાટન કર્યું

By

Published : Jan 21, 2022, 12:59 PM IST

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સોમનાથમાં (PM Modi Inauguration in Somnath) નવા સર્કિટ હાઉસનું ઉદ્ઘાટન (PM Modi inaugurates New Circuit House in Somnath) કર્યું હતું. ત્યારબાદ વડાપ્રધાને સભાને સંબોધિત (PM Modi addressed in Somnath) કરી હતી. સોમનાથ મંદિરમાં દર વર્ષે દેશવિદેશથી લાખો શ્રદ્ધાળુઓ આવતા હોય છે. નવું સર્કિટ હાઉસ 30 કરોડ રૂપિયાથી વધુના ખર્ચથી (Special facilities at Somnath Circuit House) બનાવવામાં આવ્યું છે અને આ સોમનાથ મંદિર પાસે આવેલું છે. નિર્માણ એ રીતે કરવામાં આવ્યું છે કે, દરેક રૂમમાંથી દરિયો (Circuit House Sea Face) દેખાય છે.

વડાપ્રધાનના સંબોધનની મહત્ત્વની વાતો

  • ભગવાન સોમનાથની આરાધનામાં આપણા શાસ્ત્રોમાં (Mention of Somnath temple in scriptures) કહેવામાં આવ્યું છે કે, ભક્તિપ્રદાનાય કૃતાવતારં, તં સોમનાથં શરણાં પ્રપદ્યો. એટલે કે ભગવાન સોમનાથની કૃપા અવતરિત થાય છે. કૃપાના ભંડાર ખૂલી જાય છે.
  • જે પરિસ્થિતિઓમાં સોમનાથ મંદિરને નુકસાન પહોંચાડવામાં આવ્યું અને પછી જે પરિસ્થિતિઓમાં સરદાર વલ્લભભાઈ પટેલજીના પ્રયાસોથી મંદિરનો જિર્ણોદ્ધાર થયો. તે બંને આપણા માટે મોટો સંદેશ છે.
  • અલગ અલગ રાજ્યોથી દેશ અને વિશ્વના અલગ અલગ ખૂણામાંથી સોમનાથ મંદિરમાં (PM Modi inaugurates New Circuit House in Somnath) દર્શન કરવા દર વર્ષે લગભગ 1 કરોડ શ્રદ્ધાળુઓ આવે છે. આ શ્રદ્ધાળુ જ્યારે અહીંથી પરત જાય છે તો પોતાની સાથે અનેક નવા અનુભવ, અનેક નવા વિચાર અને અનેક નવા વિચાર લઈ જાય છે.
  • સોમનાથ મંદિર ટ્રસ્ટે કોરોના કાળમાં જે રીતે પ્રવાસીઓની દેખરેખ રાખી, સમાજની જવાબદારી ઉઠાવી, આમાં જીવ હી શિવના વિચારના દર્શન થાય છે.
  • રામાયણ સર્કિટના માધ્યમથી ભગવાન શ્રીરામ સાથે જોડાયેલા સ્થળોનો દર્શન કરી શકો છો. આ માટે રેલવે દ્વારા એક વિશેષ ટ્રેન પણ શરૂ કરવામાં આવી છે. કાલથી એક સ્પેશિયલ ટ્રેન દિવ્ય કાશી યાત્રા માટે દિલ્હીથી શરૂ થવા જઈ રહી છે.
  • આજના સમયમાં પ્રવાસન વધારવા માટે ચાર વસ્તુ જરૂરી છે. પહેલી સ્વચ્છતા. પહેલા આપણા પ્રવાસન સ્થળ, પવિત્ર તીર્થસ્થળ પણ અસ્વચ્છ રહેતા હતા. આજે સ્વચ્છ ભારત અભિયાને આ તસવીર બદલી કાઢી છે.
  • પ્રવાસન વધારવા બીજું મહત્ત્વનું તત્વ છે સુવિધા, પરંતુ સુવિધાઓનો વ્યાપ માત્ર પ્રવાસન સ્થળ (Contribution of Tourism in Economy) સુધી જ મર્યાદિત ન હોવો જોઈએ. પ્રવાસન વધારવાનો ત્રીજો મહત્વપૂર્ણ પાસુ છે સમય. આજકાલ ટ્વેન્ટી-ટ્વેન્ટીનો સમય છે. લોકો ઓછામાં ઓછા સમયમાં વધુમાં વધુ સ્થળ કવર કરવા માગે છે.
  • પ્રવાસન વધારવા માટે ચોથી અને મહત્ત્વપૂર્ણ વાત છે આપણો વિચાર. આપણો વિચાર ઈનોવેટિવ અને આધુનિક હોવો જરૂરી છે, પરંતુ સાથે જ આપણને પોતાના પ્રાચીન વારસા પર કેટલો ગર્વ છે. આ ખૂબ જ મહત્ત્વ ધરાવે છે.

ABOUT THE AUTHOR

...view details