ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભારતના નિર્માણ માટે દેશના ગામડાંઓ આત્મનિર્ભર થાય એ ખૂબ જરૂરી છે: વડાપ્રધાન મોદી - વડાપ્રધાન નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi Gujarat Visit) ગાંધીનગરના ઈફ્કો, કલોલમાં તૈયાર થયેલા નેનો યુરિયા પ્લાન્ટનો શુભારંભ (Urea Plant Opening Ceremony) કર્યો છે. આ પ્રસંગે તેમણે એવું પણ કહ્યું હતું કે, ભારતના નિર્માણ માટે દેશનાં ગામડાંઓ આત્મનિર્ભર હોય ખૂબ જરૂરી છે.

ભારતના નિર્માણ માટે દેશના ગામડાંઓ આત્મનિર્ભર થાય એ ખૂબ જરૂરી છે: વડાપ્રધાન મોદી
ભારતના નિર્માણ માટે દેશના ગામડાંઓ આત્મનિર્ભર થાય એ ખૂબ જરૂરી છે: વડાપ્રધાન મોદી

By

Published : May 28, 2022, 6:07 PM IST

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે (PM Modi Gujarat Visit) ગાંધીનગરમાં ઈફ્કો, કલોકમાં તૈયાર થયેલા યુરિયા પ્લાન્ટનું ઉદ્ધાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે એવું કહ્યું હતું કે, સહકાર ગ્રામ્ય વિસ્તારના સ્વાવલંબનનું એક મોટું માધ્યમ છે. જેમાં આત્મનિર્ભર ભારતની (Energy Of Aatmanirbhar Bharat) એક મોટી ઊર્જા છે. આત્મનિર્ભર ભારત માટે દેશના ગામડાંઓ (Indian Village) આત્મનિર્ભર થાય એ ખૂબ જ જરૂરી છે. આ માટે ગાંધી અને સરદારે જે રસ્તા દેખાડ્યો છે એ અનુસાર મોડલ તૈયાર કરવાની દિશા પર છીએ.

આ પણ વાંચો:બાપુના સપનાનું ભારત રહેવા દો, દરેકને તેમનો હક્ક મળી રહ્યો છેઃ પીએમ મોદી

કૉ-ઓપરેટિવ મૉડલ: ગ્રામ્ય વિસ્તારમાં કૉ-ઓપરેટિવ મૉડલ અનુસાર ગામને દિશા આપી શકાય છે. આત્મનિર્ભર કૃષિ માટે દેશના પહેલા નેનો યુરિયા પ્લાન્ટનું ઉદ્ધાટન કરીને વિશેષ આનંદ થયો છે. યુરિયાની એક ગુણીની જેટલી તાકાત છે. એ હવે એક માત્ર બોટલમાં સમાઈ ગઈ છે. નેનો યુરિયાની લગભગ અડધા લિટરની બોટલ ખેડૂતોની યુરિયાની એક ગુણીની જરૂરિયાત સંતોષશે. વર્ષ 2014માં સરકાર બન્યા બાદ અમે યુરિયાના મુદ્દે કામ કર્યું હતું. જેનાથી દેશના ખેડૂતોને પૂરતા પ્રમાણમાં યુરિયા મળવાનું શરૂ થયું હતું. યુરિયા પર 100 ટકા ધ્યાન આપવામાં આવ્યું હતું. આ સાથે જ અમે ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, ઓડિશા અને તેલંગણામાં તાળા લાગેલા પાંચ કારખાનાને ફરી ચાલું કરાવવા માટે કામ કર્યું છે.

કેન્દ્ર સરકાર મદદરૂપ: ભારત વિદેશમાંથી જે યુરિયા મંગાવે છે. એમાં યુરિયાની 50 કિલોની બેગ રૂપિયા 3500માં પડે છે. પણ દેશમાં ખેડૂતોને એ જ યુરિયાની બેગ માત્ર રૂપિયા 300માં પડે છે. એટલે કે યુરિયાની એક બેગ પર અમારી સરકાર 3200 રૂપિયાનો આર્થિક બોજ સહન કરે છે. ભારતના ખેડૂતોને કોઈ મુશ્કેલી ન પડે એ માટે કેન્દ્ર સરકાર છેલ્લા 1 વર્ષથી 1.60 લાખ કરોડ રૂપિયાની સબસીડી ફર્ટિલાઈઝર ક્ષેત્રે આપી રહી છે. ખેડૂતોને મળનારી રાહત આ વર્ષે બે લાખ કરોડ રૂપિયાથી વધુ આંક સુધી પહોંચે એવી આશા છે.

આ પણ વાંચો:PM મોદી હવે આ કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત, નવી જાહેરાત કરે તેવી શક્યતા

અમૂલ ઉદાહરણ છે: સરકારની પહેલી ટર્મમાં સરકારે માત્ર સમસ્યાઓનો તાત્કાલિક ઉકેલ શોધ્યો હતો. જેથી કરીને નજીકના ભવિષ્યમાં કોઈ પ્રકારની મુશ્કેલી ન પડે. આ અંગે હવે મર્યાદિત પ્રયાસો રહી ગયા છે. છેલ્લા આઠ વર્ષમાં અમે કેટલાક ઉપાય ખેડૂતો માટે યુદ્ધના ધોરણે શરૂ કરી દીધા છે. અમૂલે સહકારી ક્ષેત્રમાં પોતાની ઓળખ બનાવી. અમૂલ જેવી બ્રાન્ડ્સે ગુજરાતની સહકારી ચળવળનું એક બળ રજૂ કર્યું છે અને સમગ્ર વિશ્વમાં છાપ ઉભી કરી છે. ગુજરાતમાં ડેરી, ખાંડ, બેંકિંગ એ સહકારી ચળવળની સફળતાના ઉદાહરણો છે. તેમણે કહ્યું કે ડેરી સેક્ટરના સહકારી મોડલનું ઉદાહરણ આપણી સામે છે. આજે ભારત વિશ્વનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ છે જેમાં ગુજરાતનો મોટો હિસ્સો છે. પાછલા વર્ષોમાં, ડેરી ક્ષેત્ર ઝડપથી વિકસી રહ્યું છે અને ગ્રામીણ અર્થતંત્રમાં પણ વધુ યોગદાન આપી રહ્યું છે.

ભારતની સફળતા:સહકાર અને સૌની શક્તિના સહારે સંસ્થાની ક્ષમતા વધારવી એ સહકારની સૌથી મોટી તાકાત છે. આ સ્વતંત્રતાના અમૃતમાં ભારતની સફળતાની ગેરંટી છે. આજે ભારત એક વર્ષમાં લગભગ 8 લાખ કરોડ રૂપિયાનું દૂધ ઉત્પાદન કરે છે. જેને અહીં નાનો અને ઓછો આંકવામાં આવે છે તેને અમે અમૃતના સમયમાં મોટી શક્તિ બનાવવાનું કામ કરી રહ્યા છીએ. આજે નાના ખેડૂતોને દરેક રીતે સશક્ત બનાવવામાં આવી રહ્યા છે. તેવી જ રીતે, નાના પાયાના ઉદ્યોગો, MSME ને ભારતની આત્મનિર્ભર સપ્લાય ચેઇનનો મજબૂત ભાગ બનાવવામાં આવી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details