લખનૌ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) શનિવારે 296 કિલોમીટર લાંબા બુંદેલખંડ એક્સપ્રેસ વેનું (Bundelkhand Expressway) ઉદ્ઘાટન કર્યું. આ સાથે, બુંદેલખંડના રહેવાસીઓ માટે ચિત્રકૂટથી નવી દિલ્હી પહોંચવાનો માર્ગ 6 કલાકનો થઈ ગયો. અગાઉ આ અંતર લગભગ 10 કલાકમાં કાપવામાં આવતું હતું. આ પ્રોજેક્ટનો પાયો 2020માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાખ્યો હતો. ઉત્તર પ્રદેશ એક્સપ્રેસ વે ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓથોરિટી (UPEIDA) એ તેને બે વર્ષ અને બે મહિનાના રેકોર્ડ સમયમાં પૂર્ણ કર્યું છે. ચાર માર્ગીય બુંદેલખંડ એક્સપ્રેસવેના નિર્માણ માટે 14,850 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે. યુપી સરકારનો દાવો છે કે, કોરોના લોકડાઉન દરમિયાન આ એક્સપ્રેસ વેના નિર્માણમાં ઝડપ આવી હતી.
આ પણ વાંચો:વાયુસેનાનું બહુહેતુક વિમાન AN 32 નું સફળતાપૂર્વક લેન્ડિંગ કરાયું
બુંદેલખંડ એક્સપ્રેસ વેને કારણે ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લાઓમાં લોકોની મુસાફરી સરળ બની જશે. ચિત્રકૂટ અને ઇટાવા સાથે, એક્સપ્રેસ વે સાત જિલ્લાઓ, બાંદા, મહોબા, હમીરપુર, જાલૌન અને ઔરૈયામાંથી પસાર થાય છે. ચિત્રકૂટ જિલ્લામાં ભરતકૂપ નજીક શરૂ કરીને, બુંદેલખંડ એક્સપ્રેસ વે ઇટાવા જિલ્લાના કુદરેલ ગામ પાસે આગરા-લખનૌ એક્સપ્રેસવે સાથે ભળી જાય છે.
બુંદેલખંડ એક્સપ્રેસવે રાઈડ માત્ર 6 કલાકમાં ચિત્રકૂટથી દિલ્હી થઈ શરૂ બુંદેલખંડ એક્સપ્રેસ વે તેમાં શ્યામા, યમુના, બેતવા જેવી નદીઓ પરથી પસાર થયો છે. 296 કિલોમીટર લાંબા બુંદેલખંડ એક્સપ્રેસવેમાં 4 રેલવે ઓવરબ્રિજ, 14 મોટા પુલ, 286 નાના પુલ અને 19 ફ્લાયઓવર બનાવવામાં આવ્યા છે. આ એક્સપ્રેસ વેથી દિલ્હી સુધીની મુસાફરી દરમિયાન મુસાફરોએ 6 ટોલ પ્લાઝા પરથી પસાર થવું પડશે. ઉત્તર પ્રદેશ એક્સપ્રેસવે ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓથોરિટી (UPEIDA) અનુસાર, આ એક્સપ્રેસ વે હાલમાં ફોર લેન છે. આગામી સમયમાં તેને બે લેન કરી 6 લેન કરવામાં આવશે. બુંદેલખંડ એક્સપ્રેસ વેને હરિયાળો બનાવવા માટે તેની બંને બાજુ સાત લાખ રોપાઓ વાવવામાં આવશે.
બુંદેલખંડ એક્સપ્રેસવે રાઈડ માત્ર 6 કલાકમાં ચિત્રકૂટથી દિલ્હી થઈ શરૂ આ પણ વાંચો:ભારતીય ઉડ્ડયન ક્ષેત્રમાં રોજગારીની ઘણી તકો આવી સામે
શનિવારે જાલૌનમાં એક્સપ્રેસ વેના ઉદ્ઘાટન પ્રસંગે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ તેને વિકાસનો એક્સપ્રેસ વે ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે, બુંદેલખંડ એક્સપ્રેસ વે (Bundelkhand Expressway) રાજ્યની અર્થવ્યવસ્થાને એક નવો આયામ પ્રદાન કરશે. ઉદ્ઘાટન પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, બુંદેલખંડ એક્સપ્રેસ વે દ્વારા ચિત્રકૂટથી દિલ્હીનું અંતર 3-4 કલાક ઓછું થયું છે, પરંતુ તેનો ફાયદો તેનાથી વધુ છે.