નાસિક: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 12 જાન્યુઆરી, 2024ના રોજ મહારાષ્ટ્રની મુલાકાતે નાસિક પહોંચ્યા છે. અહીં પહેલા તેમણે રોડ શો યોજ્યો હતો. આ રોડ શો દરમિયાન મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્યમંત્રી અજિત પવારે પણ તેમની સાથે રોડ શોમાં ભાગ લીધો હતો. તેમણે શહેરના શ્રી કાલારામ મંદિરમાં પણ પ્રાર્થના કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાલારામ મંદિરમાં સંગીતનાં સાધનો વગાડ્યાં હતાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વામી વિવેકાનંદની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યાર બાદ તેઓ 27માં રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદ્ઘાટન કરશે. બપોરે 3:30 વાગ્યે વડા પ્રધાન મુંબઈમાં અટલ બિહારી વાજપેયી સેવારી-ન્હાવા શેવા અટલ બ્રિજનું ઉદ્ઘાટન કરશે. સાંજે લગભગ 4:15 વાગ્યે, વડાપ્રધાન નવી મુંબઈમાં એક જાહેર કાર્યક્રમમાં હાજરી આપશે. આ કાર્યક્રમ દરમિયાન તેઓ અનેક વિકાસ યોજનાઓનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે.
PM Modi Maharashtra Visit: વડાપ્રધાન મોદીએ નાસિકમાં કર્યો રોડ શૉ, કાલારામ મંદિરમાં કરી પૂજા અર્ચના - વડાપ્રધાન નરેન્દ્ર મોદી
વડાપ્રધાન મહારાષ્ટ્રમાં રૂ. 30,500 કરોડથી વધુની કિંમતની અનેક વિકાસ યોજનાઓ ભેટ આપશે.જેમાંથી કેટલીક પરિયોજનાનું ઉદ્ઘાટન થવાનું છે, જ્યારે કેટલાક પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવામાં આવશે. ખાસ તો વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી સેવારી-ન્હાવા શેવા અટલ બ્રિજનું ઉદ્ઘાટન કરશે જેને અટલ સેતુ નામ આપવામાં આવ્યું છે.
Published : Jan 12, 2024, 1:02 PM IST
અટલ બિહારી વાજપેયી સેવારી-ન્હાવા શેવા અટલ સેતુ: વડા પ્રધાનનું વિઝન શહેરી પરિવહન માળખા અને કનેક્ટિવિટીને મજબૂત કરીને નાગરિકોની 'ઇઝ ઑફ મોબિલિટી' સુધારવાનું છે. આ વિઝનને અનુરૂપ, મુંબઈ ટ્રાન્સહાર્બર લિંક (MTHL), જેને હવે 'અટલ બિહારી વાજપેયી સેવારી-ન્હાવા શેવા અટલ સેતુ' નામ આપવામાં આવ્યું છે, ડિસેમ્બર 2016માં વડાપ્રધાન દ્વારા આ પુલનો શિલાન્યાસ પણ કરવામાં આવ્યો હતો જે બનીને આજે તૈયાર છે.
અટલ સેતુનું નિર્માણ રૂ. 17,840 કરોડથી વધુના ખર્ચે કરવામાં આવ્યું છે. આ પુલ લગભગ 21.8 કિમી લાંબો અને 6 લેનનો છે, જેમાંથી 16.5 કિમી સમુદ્ર પર અને લગભગ 5.5 કિમી જમીન પર બાંધવામાં આવ્યો છે. આ ભારતનો સૌથી લાંબો પુલ છે, જે દેશનો સૌથી લાંબો દરિયાઈ પુલ પણ છે. તે મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ અને નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટને ઝડપી કનેક્ટિવિટી પૂરી પાડશે અને મુંબઈથી પૂણે, ગોવા અને દક્ષિણ ભારતમાં મુસાફરીનો સમય પણ ઘટાડશે. તે મુંબઈ પોર્ટ અને જવાહરલાલ નેહરુ પોર્ટ વચ્ચે કનેક્ટિવિટી સુધારશે.