ગુજરાત

gujarat

By

Published : Jul 29, 2022, 5:37 PM IST

Updated : Jul 29, 2022, 6:03 PM IST

ETV Bharat / bharat

PM મોદીએ ગુજરાતને આપી ગોલ્ડન ગીફ્ટ, હવે રાજ્ય ચમકશે વિશ્વ કક્ષાએ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે ગાંધીનગર નજીક ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (Gujarat International Finance Tech City) ખાતે ભારતના પ્રથમ ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસિસ સેન્ટરની (International Financial Services Centre) મુલાકાત લીધી હતી. તેમજ તેનું ઇદ્ધાટન પણ કર્યું હતું.

PM મોદીએ ગુજરાતમાં ભારતના પ્રથમ આંતરરાષ્ટ્રીય બુલિયન એક્સચેન્જનું કર્યું ઉદ્ઘાટન
PM મોદીએ ગુજરાતમાં ભારતના પ્રથમ આંતરરાષ્ટ્રીય બુલિયન એક્સચેન્જનું કર્યું ઉદ્ઘાટન

અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે ગાંધીનગર નજીક ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (Gujarat International Finance Tech-City) ખાતે ભારતના પ્રથમ ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસિસ સેન્ટરની (International Financial Services Centre) મુલાકાત લીધી હતી. આ મુલાકાતમાં વડાપ્રધાન 'ઇન્ડિયન ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જનું (PM Modi inaugurated International Bullion Exchange)' ઉદ્ઘાટન કર્યું હતું. ગુજરાત સરકારે એક રિલીઝમાં જણાવ્યું હતું. દેશમાં આ પ્રથમ આંતરરાષ્ટ્રીય બુલિયન એક્સચેન્જ હશે. આ સિવાય મોદી ઈન્ટીગ્રેટેડ રેગ્યુલેટરી ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસ સેન્ટર ઓથોરિટીના હેડક્વાર્ટરનો શિલાન્યાસ પણ કરશે.

આ પણ વાંચો :પ્લેટફોર્મ પર ઊલટા લટકાવ્યા, વૃદ્ધને નિર્દયતાથી લાતો અને મુઠ્ઠીઓથી માર

PM મોદીએ NSE IFSC-SGX કનેક્ટ પ્લેટફોર્મ પણ લોન્ચ કર્યું : વડાપ્રધાન NSE IFSC-SGX કનેક્ટ પ્લેટફોર્મ પણ લોન્ચ કર્યું હતું. આ પ્લેટફોર્મ સિંગાપોર સ્ટોક એક્સચેન્જના સભ્યોને NSE IFSCમાં નિફ્ટી ડેરિવેટિવ્ઝ સાથે વેપાર કરવામાં મદદ કરશે. ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહ, કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના પ્રધામન નિર્મલા સીતારમણ, કેન્દ્રીય નાણા રાજ્ય પ્રધાન પંકજ ચૌધરી અને ભાગવત કિશનરાવ કરાડ પણ આ કાર્યક્રમોમાં જોડાયા હતા.

દેશને મળી મોટી ગીફ્ટ - આજે, ગિફ્ટ સિટીમાં, ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસિસ સેન્ટર્સ ઓથોરિટી - IFSCA હેડક્વાર્ટર બિલ્ડિંગનો વડાપ્રધાન મોદી દ્વારા શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું કે, હું માનું છું કે, આ ઇમારત તેના આર્કિટેક્ચરમાં જેટલી ભવ્ય છે, તે ભારતને આર્થિક મહાસત્તા બનાવવા માટે અમર્યાદિત તકો પણ ઊભી કરશે. ભારત હવે યુએસએ, યુકે અને સિંગાપોર જેવા વિશ્વના દેશોની હરોળમાં ઊભું છે જ્યાંથી વૈશ્વિક નાણાને દિશા આપવામાં આવે છે.

રાજ્ય ચમકશે વિશ્વ કક્ષાએ - આ અવસર પર, હું તમને અને તમામ દેશવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. GIFT સિટીના વિઝન સાથે દેશના સામાન્ય માણસની આકાંક્ષાઓ જોડાયેલી છે. ગિફ્ટ સિટીમાં ભારતના ભવિષ્યનું વિઝન જોડાયેલું છે, ભારતના સોનેરી ભૂતકાળના સપનાઓ પણ જોડાયેલા છે. 2008 માં, વિશ્વ આર્થિક સંકટ અને મંદીનો સમયગાળો હતો. ભારતમાં પોલિસી પેરાલિસિસનું વાતાવરણ હતું. પરંતુ, તે સમયે ગુજરાત ફિનટેક ક્ષેત્રે નવા અને મોટા કદમ ઉઠાવી રહ્યું હતું. મને આનંદ છે કે આ વિચાર આજે આગળ વધ્યો છે.

ગિફ્ટ સિટીનું મહત્વ - ગિફ્ટ સિટી વાણિજ્ય અને ટેક્નોલોજીના હબ તરીકે મજબૂત છાપ ઉભી કરી રહ્યું છે. ગિફ્ટ સિટી સંપત્તિ અને શાણપણ બંનેની ઉજવણી કરે છે. મને એ જોઈને પણ આનંદ થાય છે કે GIFT સિટી દ્વારા, ભારત વૈશ્વિક સ્તરે સેવા ક્ષેત્રમાં મજબૂત હિસ્સો સાથે વિકાસ કરી રહ્યું છે. આપણે યાદ રાખવું પડશે કે વાઇબ્રન્ટ ફિનટેક સેક્ટરનો અર્થ માત્ર સરળ વ્યાપાર વાતાવરણ, સુધારા અને નિયમો નથી. તે વિવિધ ક્ષેત્રોમાં કામ કરતા વ્યાવસાયિકોને વધુ સારું જીવન અને નવી તકો આપવાનું પણ એક માધ્યમ છે.

અર્થવ્યવસ્થામાં થશે મોટો ફેરફાર - આજે ભારત વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓમાંની એક છે. તેથી ભવિષ્યમાં, જ્યારે આપણી અર્થવ્યવસ્થા આજની સરખામણીએ મોટી હશે, ત્યારે આપણે તેના માટે અત્યારે જ તૈયાર રહેવું પડશે. આ માટે આપણને એવી સંસ્થાઓની જરૂર છે જે વૈશ્વિક અર્થતંત્રમાં આપણી વર્તમાન અને ભવિષ્યની ભૂમિકાને પૂરી કરી શકે. આજે 21મી સદીમાં નાણા અને ટેકનોલોજી એકબીજા સાથે જોડાયેલા છે. અને જ્યારે ટેક્નોલોજી, વિજ્ઞાન અને સૉફ્ટવેરની વાત આવે છે, ત્યારે ભારત પાસે એક ધાર અને અનુભવ પણ છે. આજે સમગ્ર વિશ્વમાં રિયલ ટાઈમ ડિજિટલ પેમેન્ટ્સમાં એકલા ભારતનો હિસ્સો 40 ટકા છે.

આમ જનતાને મળશે લાભ - છેલ્લા 8 વર્ષમાં દેશમાં નાણાકીય સમાવેશની નવી લહેર જોવા મળી છે. ગરીબમાંથી ગરીબ લોકો પણ આજે ઔપચારિક નાણાકીય સંસ્થાઓમાં જોડાઈ રહ્યા છે. આજે, જ્યારે આપણી મોટી વસ્તી ફાઇનાન્સ સાથે જોડાઈ છે, ત્યારે સમયની જરૂરિયાત છે કે સરકારી સંસ્થાઓ અને ખાનગી ખેલાડીઓ સાથે મળીને આગળ વધે.

આ પણ વાંચો :જીવ જતા જતા બચી ગયો, ટ્રક નીચે 2 મહિલાઓ કચડાવાનો સીસીટીવી વીડિયો...

Last Updated : Jul 29, 2022, 6:03 PM IST

ABOUT THE AUTHOR

...view details