- ડબલ એન્જિનવાળી સરકારે વિકાસનું કામ કોરોનામાં પણ અટકવા ન દીધું
- લાલ ટોપીવાળાઓને લાલ બત્તીથી મતલબ રહ્યો છે
- 7 વર્ષમાં 16 નવી AIIMS બનાવવા પર કામ ચાલી રહ્યું છે
ગોરખપુર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ગોરખપુર (PM Modi In Gorakhpur)માં AIIMS (aiims gorakhpur inauguration), ફર્ટિલાઇઝર ફેક્ટરી, ICMRનું ઉદ્ઘાટન(pm modi inaugurates regional medical research center) કર્યું. આ દરમિયાન જનસભાને સંબોધતાPM મોદીએ કહ્યું કે, 2017 પહેલાની સરકારોએ AIIMS ગોરખપુર માટે જમીન આપવાનો ઈન્કાર કર્યો હતો. ઘણું દબાણ થવાના કારણે તેમણે અનિચ્છાએ AIIMS માટે જમીન આપી. આ લોકો ક્યારેય નહીં સમજે કે કોરોનાના સંકટ સમયે પણ ડબલ એન્જિનવાળી સરકારે (double engine government) વિકાસનું કામ અટકવા દીધું નથી. આ લોકોએ લોહિયા અને જયપ્રકાશ નારાયણના સંસ્કાર ક્યારનાય છોડી દીધા છે. આજે આખું ઉત્તરપ્રદેશ જાણે છે કે લાલ ટોપીવાળા (samajwadi party in uttar pradesh)નો લાલ બત્તી સાથે જ મતલબ રહ્યો છે. આતંકવાદીઓ પર દયા બતાવવા માટે, તેમને જેલમાંથી બહાર કાઢવા માટે લાલ ટોપીવાળા ઉત્તર પ્રદેશ માટે રેડ એલર્ટ છે. એટલે કે ખતરાની ઘંટડી છે.
PM મોદીએ ભોજપુરીમાં લોકોને શુભેચ્છા પાઠવી
પ્રોજેક્ટના લોકાર્પણ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌ પ્રથમ ભોજપુરીમાં લોકોને શુભેચ્છા પાઠવી (modi greeted people in Bhojpuri) હતી. વડાપ્રધાને મોટી સંખ્યામાં પહોંચેલા લોકોનો આભાર માન્યો હતો. જનતાને સંબોધતા વડાપ્રધાને કહ્યું કે, 5 વર્ષ પહેલા તેઓ અહીં AIIMS અને ખાતરની ફેક્ટરીનો શિલાન્યાસ (foundation stone of aiims and fertilizer factory) કરવા આવ્યા હતા. આજે તમે મને આ બંનેનું એકસાથે લોકાર્પણ કરવાનું સૌભાગ્ય આપ્યું છે. તેમણે કહ્યું કે, ICMRના પ્રાદેશિક મેડિકલ રિસર્ચ સેન્ટરને પણ આજે તેનું નવું બિલ્ડિંગ મળ્યું છે.
ગરીબ-શોષિત-વંચિતની ચિંતા કરનારી સરકાર હોય તો મહેનત કરે છે
PM મોદીએ કહ્યું કે, જ્યારે ડબલ એન્જિનની સરકાર હોય છે, તો ઝડપથી કામ પણ થાય છે. જ્યારે સારી નિયતથી કામ થાય છે તો સમસ્યાઓ પણ રોડું નથી બની શકતી. જ્યારે ગરીબ-શોષિત-વંચિતની ચિંતા કરનારી સરકાર હોય છે તો તે મહેનત પણ કરે છે, પરિણામ પણ લાવીને બતાવે છે. PM મોદીએ કહ્યું કે, તેમની સરકારે યુરિયાનો ખોટો ઉપયોગ રોક્યો, યુરિયાનું 100 ટકા નીમ કોટિંગ કર્યું. કરોડો ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડ (soil health card in up) આપ્યા જેથી ખબર પડી શકે કે, ખેતરને કયા પ્રકારના ખાતરની જરૂર છે. યુરિયાના ઉત્પાદનને વધારવા પર ભાર આપ્યો. બંધ પડેલા ફર્ટિલાઇઝર પ્લાન્ટને ફરીથી ખોલવા પર તાકાત લગાવી.
પૂર્વાંચલમાં રોજગાર અને સ્વરોજગારની નવી તકો
PM મોદીએ કહ્યું કે, ફર્ટિલાઇઝર પ્લાન્ટના શિલાન્યાસ (foundation stone of the fertilizer plant)ના સમયે તેમણે કહ્યું હતું કે, આ કારખાનાના કારણે ગોરખપુર આ આખા ક્ષેત્રમાં વિકાસની ધરી બનીને ઉભરશે. આજે તેઓ આને સત્ય થતાં જોઇ રહ્યા છે. આ કારખાનું રાજ્યના અનેક ખેડૂતોને પૂરતું યુરિયા તો આપશે જ, આનાથી પૂર્વાંચલમાં રોજગાર અને સ્વરોજગારની નવી તકો પ્રાપ્ત થશે. ગોરખપુર ફર્ટિલાઇઝર કારખાનાની ઘણી મોટી ભૂમિકા દેશને યુરિયાના ઉત્પાદનમાં આત્મનિર્ભર બનાવવામાં થશે.