નવી દિલ્હીઃઅત્યાર સુધીમાં 13 દેશો ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અલગ-અલગ એવોર્ડથી સન્માનિત કરી ચૂક્યા છે. જે દેશોએ પીએમ મોદીને સન્માનિત કર્યા છે તેમાં ઈજિપ્ત ઉપરાંત અમેરિકા, રશિયા, સાઉદી અરેબિયા, યુએઈ, પાપુઆ ન્યુ ગિની, ફિજી, પલાઉ, ભૂટાન, બહેરીન, માલદીવ, પેલેસ્ટાઈન અને અફઘાનિસ્તાનનો સમાવેશ થાય છે.
- નિચે મુજબના દેશો દ્વારા સમ્માનિક કરાયા
- 2016 માં, સાઉદી અરેબિયાએ ઓર્ડર ઓફ અબ્દુલ અઝીઝ અલ સાઉદથી સમ્માનિત કર્યા હતા.
- 2016માં જ અફઘાનિસ્તાને સ્ટેટ ઓફ ગાઝી અમીર અમાનુલ્લા ખાનથી સમ્માનિત કર્યા હતા.
- 2018 માં, પેલેસ્ટાઈને તેમને ગ્રાન્ડ કોલર ઓફ ધ સ્ટેટ ઓફ પેલેસ્ટાઈન એવોર્ડથી સન્માનિત કર્યા.
- 2019માં જ UAEએ તેમને ઓર્ડર ઓફ ઝાયેદ એવોર્ડથી સન્માનિત કર્યા હતા.
- 2019માં રશિયાએ ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્રુ એવોર્ડ એનાયત કર્યો હતો.
- 2019 માં, માલદીવે નિશાન ઇઝ્ઝુદ્દીનના ઓર્ડર ઓફ ધ ડિસ્ટિંગ્વિશિંગ રૂલનું સન્માન કર્યું.
- 2019 માં, બહેરીને કિંગ હમાદ ઓર્ડર ઓફ ધ રેનેસાંથી સન્માનિત કર્યા.
- 2020માં અમેરિકાએ લીજન ઓફ મેરિટથી સન્માનિત કર્યા.
- 2021માં ભૂટાનએ ઓર્ડર ઓફ ધ ડ્યુક ગ્યાલ્પથી સન્માનિત કર્યા હતા.
- 2023માં, પલાઉ પ્રજાસત્તાક ને એબાકલ ઓવોર્ડ બાઇ રિપબ્લિક ઓફ પલાઉ પુરસ્કારથી સન્માનિત કર્યા.
- 2023માં ફિજીને કમ્પેનિયન ઑફ ધ ઓર્ડર ઑફ ફિજીથી સન્માનિત કરવામાં આવ્યું.
- 2023માં પાપુઆ ન્યુ ગિનીએ કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ લોગોહુથી સન્માનિત કર્યું હતું.