પોર્ટ મોરેસ્બી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે પપુઆ ન્યુ ગિનીના ગવર્નર-જનરલ બોબ ડેડે સાથે તેમની પ્રથમ મુલાકાત કરી હતી. અહીં પહોંચ્યાના કલાકો બાદ વાતચીત કરી હતી. વડાપ્રધાન મોદી ભારત અને 14 પેસિફિક ટાપુ દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને પ્રોત્સાહન આપવા માટે સમિટનું આયોજન કરશે. PM મોદીએ સોમવારે અહીં એલ્લા બીચ ખાતે APEC હાઉસની પણ મુલાકાત લીધી હતી. પપુઆ ન્યુ ગિનીના વડા પ્રધાન જેમ્સ મારાપેએ તેમનું સ્વાગત કર્યું હતું.
હાથ મિલાવતાની તસવીર: વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ PM મોદી તેમના પાપુઆ ન્યુ ગિની સમકક્ષ સાથે હાથ મિલાવતાની તસવીર ટ્વીટ કરી અને કહ્યું, "PM નરેન્દ્ર મોદી પોર્ટ મોરેસ્બીમાં એલા બીચના કિનારે આઇકોનિક APEC હાઉસ ખાતે પહોંચ્યા. પીએમ જેમ્સ માર્પેનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. તેમણે ટ્વિટર પર કહ્યું કે, 'બંને નેતાઓ પ્રાદેશિક સહયોગને પ્રોત્સાહન આપવા માટે FIPIC-III સમિટની સહ યજમાની કરશે.' PM મોદીની ફિજી મુલાકાત દરમિયાન 2014માં FIPIC લોન્ચ કરવામાં આવી હતી. આ કોન્ફરન્સ એવા સમયે થઈ રહી છે. જ્યારે ચીન આ ક્ષેત્રમાં પોતાનું વર્ચસ્વ વધારવાનો પ્રયાસ કરી રહ્યું છે. ભારતીય વડા પ્રધાન રવિવારે સાંજે જાપાનથી અહીં પહોંચ્યા હતા. જ્યાં તેમણે G7 એડવાન્સ્ડ ઇકોનોમી સમિટમાં હાજરી આપી હતી અને વિશ્વના અનેક નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો યોજી હતી.
પીએમ મોદીના ચરણ સ્પર્શ: કોઈ ભારતીય વડાપ્રધાનની પાપુઆ ન્યુ ગિનીની આ પ્રથમ મુલાકાત છે. પીએમ મોદી તેમના ત્રણ દેશોના પ્રવાસના બીજા તબક્કામાં અહીં પહોંચ્યા છે. પાપુઆ ન્યુ ગિનીના વડા પ્રધાન જેમ્સ મારાપે દ્વારા એરપોર્ટ પર તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન તેમણે પીએમ મોદીના ચરણ સ્પર્શ કર્યા હતા. સામાન્ય રીતે પાપુઆ ન્યુ ગિની સૂર્યાસ્ત પછી આવનાર કોઈપણ નેતાનું ઔપચારિક સ્વાગત કરતું નથી.
મોદીનું ખાસ સ્વાગત કરાયુંઃ જોકે, આ પીએમ મોદી માટે કરવામાં આવ્યું હતું. તેમનું વિધિવત સ્વાગત કરવામાં આવ્યું હતું. FIPIC કોન્ફરન્સમાં 14 દેશોના નેતાઓ ભાગ લેશે. સૂત્રોએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે કનેક્ટિવિટી અને અન્ય મુદ્દાઓને કારણે તમામ નેતાઓની બેઠક શક્ય નથી. FIPIC માં કૂક ટાપુઓ, ફિજી, કિરીબાતી, માર્શલ ટાપુઓનું પ્રજાસત્તાક, માઇક્રોનેશિયા, નૌરુ, નિયુ, પલાઉ, પાપુઆ ન્યુ ગિની, સમોઆ, સોલોમન ટાપુઓ, ટોંગા, તુવાલુ અને વનુઆતુનો સમાવેશ થાય છે.
ભારતીયો સાથે મુલાકાતઃવિદેશમાં જઈને મોદી ભારતીયો સાથે મુલાકાત કરવાનું ભૂલતા નથી. એરપોર્ટ પર હોય કે ખાસ કાર્યક્રમ હોય, વિદેશ પ્રવાસમાંથી થોડો સમય ખાસ કાઢીને મૂળ ભારતીય અને જે તે દેશમાં રહેતા લોકો સાથે ખાસ મુલાકાત કરે છે. એટલું નહીં એમની સાથે ફોટો પણ ક્લિક કરાવે છે. આ પ્રવાસ પૂરો કરીને તેઓ ઓસ્ટ્રેલિયા જવા માટે રવાના થશે.
- Mann Ki Baat : ગુજરાતના મેગા શહેરોમાં મન કી બાત કાર્યક્રમને નિહાળવા શું કરાયું ખાસ આયોજન જુઓ
- PM Modi Japan Visit: નરેન્દ્ર મોદી હિરોશિમામાં જાપાનના PM ને મળ્યા, મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કર્યું
- PM Modi: પીએમ નરેન્દ્ર મોદી 27 એપ્રિલે ગુજરાત સ્વાગત કાર્યક્રમમાં ઓનલાઇન જોડાશે